GSTV
Home » News » મતદારોના મનની વાત જાણવામાં કોંગ્રેસના તમામ નેતાઓ કેમ રહ્યાં નિષ્ફળ ?

મતદારોના મનની વાત જાણવામાં કોંગ્રેસના તમામ નેતાઓ કેમ રહ્યાં નિષ્ફળ ?

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતાઓએ વિવિધ રેલી અને જાહેર સભાઓમાં મોટે ભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહની જ ટીકા કરી હતી તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પણ  જોરશોરથી વિરોધ કર્યો હતો. નોટબંધી અને GSTના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. બેરોજગારી ભ્રષ્ટાચાર અને ખેડુતો તથા મહિલાઓની સમસ્યા અને મોંઘવારીને લઇને સરકાને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના નેતાઓને એવું હતું કે, વર્તમાન શાસકોની નબળાઇ દેખાડવાથી મતદારો ભાજપથી વિમુખ થઇ જશે અને કોંગ્રેસને મત આપશે.


કોંગ્રેસના મોટા ભાગના નેતાઓએ એવી બડાશો હાંકી હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો મળશે પરંતુ કમનસીબે કોંગ્રેસનું ખાતુ પણ ખુલી શક્યું નથી. કેન્દ્રમાં મોદી સરકારની કામગીરી સરેરાશ રહી છે. નોટબંધી અને GSTને કારણે તેની વિપરિત અસર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર થઇ છે.

પરંતુ કોંગ્રેસના નેતાઓ આ વાસ્તવિક્તા લોકોને સમજાવી શક્યા નથી. લોકોની ખરેખર શું સમસ્ય છે. નાગરિકો શું ઇચ્છે છે વગેરે જેવી બાબતોથી કોંગ્રેસી નેતાઓ અજાણ રહ્યાં હતા. ટૂંકમાં કોંગ્રેસના નાના મોટા નેતાઓ મતદારોના મનની વાત જાણવામાં તદ્દન નિષ્ફળ ગયા છે.

ઉપરાંત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ લોકો સાથે સીધો સંપર્ક પણ રાખ્યો નથી. બીજી બાજુ કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતાઓને સંગઠનની તેમજ ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી હતી પરંતુ યુવા નેતાઓ અંદરો અંદર ઝઘડતા રહ્યાં હતા. જેને લીધે પણ તેઓ વર્તમાન સમયમાં નાગરિકોની સમસ્યા યોગ્ય રીતે સમજી શક્યા નથી. જેને લઇને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં ફરીથી મોટો ફટકો પડ્યો છે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!