GSTV
Gujarat Government Advertisement

31 ડિસેમ્બરને કારણે રાજ્યના આ શહેરોમાં પોલીસે હાથ ધર્યુ મેગા ચેકિંગ, ક્યાંક તમારા શહેરનું નામ તો નથી ?

Last Updated on December 31, 2018 by

31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસે મેગા ચેકિંગ હાથ ધર્યુ છે. વલસાડ બહારથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયુ હતું. ટ્રાન્સપોર્ટના વાહનો, ખાનગી લક્ઝરી બસ અને કારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. ખાસ કરીને 31 ડિસેમ્બરે લઈને કોઈ નશીલી ચીજવસ્તુઓ તો લઈને નથી આવતાને તે અંગે તપાસ હાથ ધરી.

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે પરંતુ આ ઉત્સાહ અતીરેક ના થાય અને નશામાં ના ડુબે  તેમજ જો કોઇએ નશો કર્યો હોય તો તેમને પાઠ ભણાવવા માટે જિલ્લા પોલીસ એક્શનમાં આવી  છે. વડોદરા જિલ્લામાં 13 મહત્વના પોઇન્ટો પર પોલીસ ફરજ બજાવશે અને બ્રેથ એનેલાઇઝર સાથે શંકાસ્પદ શખ્સોનું ચેકીંગ કરશે. ફાર્મહાઉસોમાં પણ ખાસ નજર રાખવામાં આવશે.

વલસાડ પોલીસનું મેગા ચેકીંગ, 31ને લઈ જિલ્લા એસ.પી.ના આદેશ અનુસાર હાથ ધરાયુ ચેકીંગ. વલસાડ પ્રવેશતા તમામ વાહનનોનું ચેકીંગ. ટ્રાન્સપોર્ટ, વાહન, લકઝરી બસ, તેમજ કારોનું ચેકીંગ હાથ ધરાયું.

31 ડિસેમ્બરને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એકશનમાં છે. અને બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનનની કુલ 35 ટીમ બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ખાસ કરીને અન્ય રાજ્યમાંથી 31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં દારુ ઘુસાડવામાં ન આવે તે માટે શામળાજીની ઉન્ડવા બોર્ડર પર વાહનોનું સખત ચેકિંગ હાથ ધરાયુ છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે ડિસેમ્બર માસમાં જ અખંડ ફામ ર્હાઉસમાં લગ્ન પ્રસંગે દારૃની પાર્ટીમાં દરોડા બાદ  પોલીસ દ્વારા ખુબ તકેદારી રાખવામાં આવી રહી છે.  શહેરના પશ્ચિમ વિસ્તારમાં વૈભવી ફાર્મહાઉસો આવેલા છે જ્યાં સૌથી વધારે નજર રાખવામાં આવશે. પોલીસ સ્ટેશન કક્ષાએ બે ટીમો તેમજ જિલ્લા કક્ષાએ પાંચ ટીમો બનાવવામાં આવી છે આ ટીમોમાં  ડિવાયએસપી,  પીઆઇ અને  પીએસઆઇ ઉપરાંત સ્ટાફના માણસો આજે  સાંજથીજ નક્કી કરેલા પોઇન્ટો પર ગોઠવાઇ ગયા છે અને છાકટા બનેલા લોકોને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 તમામ પોઇન્ટો પર પોલીસ પાસે બ્રેથ એનેલાઇઝર હશે જેથી કોઇ વ્યક્તિએ નશો કર્યો હશે તો તાત્કાલીક તેની જાણ થઇ જશે. પોલીસ દ્વારા વાહન ચેકીંગ પણ કરવામાં આવશે અને માદક દ્રવ્ય સાથે કોઇ આવે તો તુરંતજ કાર્યવાહી કરાશે. જિલ્લામાં આશરે ૧૦૦થી વધુ ફાર્મહાઉસો તેમજ રિસોર્ટસ અને હોટલોમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવાની સુચના આપી દેવામાં આવી છે. થર્ટી ફર્સ્ટના બંદોબસ્તમાં મહિલા પોલીસ પણ તૈનાત રહેશે એટલુંજ નહી પરંતુ ખાનગી ડ્રેસમાં પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવશે. 

ચેકપોસ્ટ પર વીડિયોગ્રાફી કરવાની પણ સૂચના આપવામાં આવી છે એટલુંજ નહી પરંતુ ધુમ સ્ટાઇલથી વાહનો હંકારતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા તાલુકાના ચાર ચોકડી સેવાસી ચોકડી, ભીમપુરા ચોકડી, વેસ્ટર્ન બાયપાસ ચોકડી, સિંઘરોટ ચોકી પર પોલીસની ટીમો ગોઠવવામાં આવી છે. આ પોલીસ દ્વારા અસામાજીક તત્વો દ્વારા થતી અંધારામાં થતી છેડતી, ચેન સ્નેચીંગ જેવી ઘટનાઓ ના બને તેના પર ખાસ વોચ રાખવામાં આવશે.

થર્ટી ફર્સ્ટની પાર્ટી ક્યાં ક્યાં યોજાશે?

નામ                                           સ્થળ

બરોડા પ્રેસીડેન્સી સ્પોર્ટસ ક્લબ         શેરખી

વાઘેશ્વરી ફાર્મ                                   સેવાસી

બનીયન પેરેડાઇઝ રિસોર્ટ                       દુમાડ

વેવ્ઝ ક્લબ                                     ભાયલી

પ્લાઝો હોટલ                                   વેમાલી

ચંદન મલ્ટીપ્લેક્સ                              શેરખી

લલીતા પાર્ટીપ્લોટ                              ભાયલી

પ્રીયાલોન્સ                                      ભાયલી

અરાણા લોન્જ ફાર્મ                             સેવાસી

ઠાકોર ફળીયું                                   ભાયલી

ધનલક્ષ્મી ફાર્મ                                 શેરખી

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana

ઓળખાણનો લાભ લઈ લાખો રૂપિયાના દાગીનાની ખરીદી કરનારા બે આરોપીઓની ધરપકડ, ભાજપનો સભ્ય પણ છે સંડોવાયેલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!