GSTV
Ahmedabad Crime Trending ગુજરાત

યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય

જામનગર

અમરાઇવાડીમાં રહેતી યુવતી મોપેડ ઉપર બેસીને પોતાની સહેલી સાથે જતી હતી. આ સમયે રોમિયોએ તેને રોકીને કહ્યું કે તું તારા મોંઢા પરથી દુપટ્ટો કાઢી નાખ મારે તને કીસ કરવી છે, તેમ કહીને યુવતીનો હાથ પકડીને આબરુ લેવા પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી

આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની યુવતીએ પોતાના ઘર પાસે રહેતા યુવક સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે કે યુવતી અને તેની બહેનપણી ગઇકાલે બપોરે ૨.૩૦ વાગે પાલડી વિસ્તારમાં દવા લેવા માટે મોપેડ પર બેસીને જતા હતા. આ સમયે અમરાઇવાડી વિસ્તારમાં હિરેન નામના શખ્સે યુવતીને રોકીને કહ્યું કે તું તાર મોંઢા પરથી દુપટ્ટો કાઢી નાંખ મારે તને કીસ કરવી છે.

યુવતી

જેથી તું તારી ઓકાતમાં રહે તેમ યુવતીએ યુવકને કહેતા યુવકે હાથ પકડીને આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો.જેને લઇને યુવતીએ બુમાબુમ કરતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે આરોપી સામે છેડતીનો ગુનો નોંધીને જ્યાં બનાવ બન્યો હતો જે સ્થળના સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO:

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV