GSTV

જાણો એક વર્ષમાં અંદાજીત નોકરીઓમાં થયો આટલો બધો ઘટાડો…

Last Updated on January 25, 2019 by

રોજગારીની નવી તક નિર્માણ કરવામાં ૨૦૧૭ના સપ્ટેમ્બરથી ઓગસ્ટ ૨૦૧૮ના ૧૨ મહિનાના ગાળામાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. દર મહિને રોજગારીની તક નિર્માણ કરવામાં ૬૦૦૦૦થી માંડીને ૩,૧૭ લાખ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં નોંધાતા નવા નામને આધારે આ આંકડાઓ કાઢવામાં આવ્યા છે. પ્રોવિડન્ટ ફંડ કચેરીએ યુનિવર્સલ એકાઉન્ટ સિસ્ટમ દાખલ કરી તેથી એક જ કર્મચારીના જુદી જુદી કંપનીઓમાંના ખાતાઓ મર્જ થતાં રોજગારીના સાચા આંકડાઓ બહાર આવ્યા છે.

માર્ચ ૨૦૧૮માં રોજગારીની તક નિર્માણ કરવામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ ૨૦૧૮માં નવી રોજગારી ૫૫,૩૮૧ નિર્માણ થઈ હતી. તેની સામે સરકારે દાવો કર્યો હતો કે માર્ચ ૨૦૧૮માં રોજગારીની ૨.૭૩ લાખ નવી રોજગારીની તક નિર્માણ કરવામાં આવી હતી. આમ સરકારે ૩૫૦ ટકા ઊંચો દાવો કર્યો હતો.

આ જ રીતે નવેમ્બર ૨૦૧૭માં ૬.૦૬ લાખ રોજગારી નિર્માણ થવાના મૂકેલા અંદાજ સામે માત્ર ૪.૯૩ લાખ નોકરી જ નિર્માણ કરી શકાઈ હતી. તેવી જ રીતે જુલાઈ ૨૦૧૮માં ૯.૭૬ લાખ રોજગારી નિર્માણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આ દાવાને ઘટાડીને ૭.૩૧ લાખ સુધી ઘટાડવાની ફરજ પડી હતી. આમ તેમાં ૨.૪૫ લાખનો ઘટાડો થયો હતો.

સપ્ટેમ્બર ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ સુધીની નોકરી નિર્માણ કરવાની સરકારની સરેરાશ ગણતરી ૬,૧૦,૧૪૭ની હતી. તેની સામે વાસ્તવમાં નોકરી નિર્માણ ૪,૯૦,૦૫૨ની સરેરાશથી નોકરી નિર્માણ થઈ છે. આમ સરેરાશ દર મહિને કુલ ૧.૨૦ લાખ ઓછી નોકરી નિર્માણ થઈ છે. આમ વરસે સરકારે નક્કી કરેલા ટાર્ગેટ કરતાં ૧૪.૪૦ લાખ જેટલી ઓછી નોકરી નિર્માણ થઈ છે.

૧૨ મહિનામાં રોજગારીની તકોના ઘટેલા આંકડા

મહિનોનવી નોકરીનો અંદાજવાસ્તવમાં નોકરીઓછી નિર્માણ થઈ
સપ્ટેમ્બર-૨૦૧૭,૨૫,૦૨૨,૧૭,૪૫૭,૦૭,૫૬૫
ઓક્ટોબર-૨૦૧૭,૩૪,૯૩૩,૨૨,૭૪૫,૧૨,૧૮૮
નવેમ્બર-૨૦૧૭,૦૬,૮૬૭,૯૩,૬૧૦,૧૩,૨૫૭
ડિસેમ્બર-૨૦૧૭,૨૨,૫૫૨,૮૦,૦૦૧,૪૨,૫૫૧
જાન્યુઆરી-૨૦૧૮,૬૬,૧૮૮,૩૬,૦૬૨,૩૦,૧૨૬
ફેબુ્રઆરી-૨૦૧૮,૮૧,૮૮૩,૫૬,૦૯૮,૨૫,૭૮૫
માર્ચ-૨૦૧૮,૭૩,૨૪૨૫૫,૮૩૧,૧૭,૪૧૧
એપ્રિલ-૨૦૧૮,૬૫,૩૪૦,૯૫,૪૭૪,૬૯,૮૬૬
મે-૨૦૧૮,૦૨,૪૦૮,૧૩,૪૧૮,૮૮,૯૯૦
જૂન-૨૦૧૮,૭૧,૮૮૨,૫૧,૧૮૯,૨૦,૬૯૩
જુલાઈ-૨૦૧૮,૭૬,૬૭૫,૩૧,૧૯૨,૪૫,૪૮૩
ઓગસ્ટ-૨૦૧૮,૯૪,૭૬૯,૭૭,૬૩૧,૧૭,૧૩૮

Related posts

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!