GSTV
Home » News » ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

ગુજરાતના પોલીસકર્મીઓ દિવસના સરેરાશ ૧૨ કલાક ડયુટી કરે છે. પોલીસકર્મીઓ દિવસમાં સૌથી વધુ કલાક ડયુટી  કરતા હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત ૧૪માં સ્થાને છે. ઓડિશાના પોલીસકર્મીઓ દિવસમાં સૌથી વધુ સરેરાશ ૧૮ કલાક જ્યારે નાગાલેન્ડના પોલીસકર્મીઓ સૌથી ઓછા ૮ કલાક ડયુટી કરે છે. 

તાજેતરમાં જ સેન્ટર ફોર ડેવલપિંગ સોસાયટી દ્વારા  હાથ ધરાયેલા ‘સ્ટેટ ઓફ પોલિસીંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૧૯’માં વિવિધ રાજ્યોમાં પોલીસની સ્થિતિ અંગેનો ચિતાર સામે આવ્યો છે. આ સર્વેમાં ૨૧ રાજ્યોના ૧૧૮૬૪ પોલીસકર્મીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વે અનુસાર રાજ્યના મોટાભાગના પોલીસ કર્મીઓ વધારે પડતા કામના બોજા હેઠળ છે. જેમાં ઓડિશાના પોલીસકર્મીઔ સૌથી વધુ ૧૮ કલાક ડયુટી કરે છે અને ૯૦% પોલીસકર્મીઓને વિક્લી ઓફ્  પણ મળતા નથી. આ સર્વેમાં અન્ય પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ‘શું સિનીયર ઓફિસર પોતાના ઘરના કામ કરવા કે અંગત કામ કરવા માટે  જુનિયર ઓફિસરને કહે છે કે કેમ? સર્વેના તે પ્રશ્નના ઉત્તરમાં ૨૫ % પોલીસકર્મીઓએ ‘હા’  પાડી હતી. શેડયૂલ્ટ કાસ્ટ, શેડયૂલ્ડ ટ્રાઇબ્સ પોલીસ કર્મી હોય તો તેને અન્યની સરખામણીએ સિનિયર ઓફિસર વધારે કામ સોંપે છે.

આ સર્વે અનુસાર ગુજરાતના ૮૭% પોલીસકર્મીઓ તેમના પરિવારને સમય આપી શકતા નથી. આ ઉપરાંત ગુજરાતના પોલીસકર્મીઓને ગુજરાતના પાંચમાંથી બે પોલીસકર્મીઓને તેમના સિનીયર્સ પાસેથી અપશબ્દોનો સામનો કરવો પડે છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ‘સ્વતંત્રતાના ૭૦ વર્ષ બાદ પણ ભારતીય પોલીસ માટે ઇન્ડિયન પોલીસ એક્ટ-૧૮૬૧ અમલમાં હોય તેવી સ્થિતિ છે. તેમની નોકરીની સ્થિતિમાં કોઇ સુધારો નહીં થવો ચિંતાજનક છે. દિલ્હી પોલીસનો જ દાખલો લેવામાં આવે તો ત્યાં મોટાભાગના પોલીસ માટે કામના કોઇ ચોક્કસ કલાક કે શિફ્ટ સિસ્ટમ નથ. ડયુટી ક્યાં સોંપાઇ છે તેના આધારે દિલ્હી પોલીસકર્મી કેટલા કલાક કામ કરશે તે નક્કી થતું હોય છે. દિલ્હીમાં પોલીસ માટે ૮ કલાકની ડયુટી નક્કી કરાઇ હતી. પરંતુ ઓછા સ્ટાફને કારણે આ વિચાર પડતો મૂકાયો હતો. ‘

કયા રાજ્યના પોલીસકર્મી દિવસમાં સરેરાશ કેટલા કલાક ડયુટી કરે છે?

રાજ્યડયુટીના કલાકો
ઓડિશા૧૮
પંજાબ૧૭
આંધ્ર૧૬
બિહાર૧૬
છત્તીસગઢ૧૬
હરિયાણા૧૬
હિમાચલ પ્રદેશ૧૬
રાજસ્થાન૧૬
તેલંગાણા૧૬
ઉત્તર પ્રદેશ૧૫
ઉત્તરાખંડ૧૪
કર્ણાટક૧૩
પશ્ચિમ બંગાળ૧૩
ગુજરાત૧૨
કેરળ૧૨
મહારાષ્ટ્ર૧૨
ઝારખંડ૧૧
મધ્ય પ્રદેશ૧૧
નાગાલેન્ડ૦૮

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના ભાઉ બનશે ફડણવીસ, શિવસેનાના આદિત્યને ડે.સીએમથી મનાવવું પડશે મન

Mansi Patel

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah

કમલેશ તિવારીના હત્યારા અશફાકે શા માટે રોહિત સોલંકીના નામનું આધારકાર્ડ બનાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!