GSTV
Home » News » ‘આ એવા નેતા છે, જેમનું મોઢુ જોયું હોય તો પણ દિવસ બગડે’ મોદીના પરેશ ધાનાણી પર પ્રહાર

‘આ એવા નેતા છે, જેમનું મોઢુ જોયું હોય તો પણ દિવસ બગડે’ મોદીના પરેશ ધાનાણી પર પ્રહાર

સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ટફ ગણાતી અમરેલી લોકસભા બેઠક ઉપર આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  ચૂંટણી સભા સંબોધી હતી. પૂ. બજરંગદાસ બાપુથી લઈ કવિ રમેશ પારેખ સુધીનાને યાદ કરી ઉપસ્થિત મેદની સાથે આત્મીય નાતો કેળવી લીધા બાદ કોંગ્રેસ ઉપર આકરા શાબ્દીક પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસની વૃત્તિ, પ્રવૃત્તિ અને નીતિએ કાશ્મીરને રફેદફે કરી નાખ્યું છે. તનાવ જીવતો રાખી પોતાની ‘દુકાન’ ચલાવવામાં કોંગ્રેસને મજા આવે છે, પરંતુ આ મોદી છે જે વારસામાં મળેલી સમસ્યા સામે મુકાબલો કરી રહ્યો છે.

મુંબઈ ૨૬/૧૧ આતંકી હુમલા બાદ કોંગ્રેસે કંઈ ન કર્યું અને ઉરી – પૂલવામાં હુમલા બાદ અમે ઘરમાં ઘુસીને માર્યા એ સેનાને આપેલી છૂટનું પરિણામ હતું. પોતાની સરકારને મર્દ સરકાર ગણાવી મોદીએ ઉમેર્યું હતુ ંકે,પાંચ વર્ષમાં લોકોને અમે સુરક્ષા આપી છે. અક્ષરધામ, મુંબઈ જેવો એક પણ આતંકવાદી હુમલો થયો નથી. કારણ કે આ ચોકીદારને તમે બેસાડયો છે. જેથી દેશ નિરાંતે સૂઈ શકે છે.

pm modi amreli

સરદાર વલ્લભભાઈ પટેલને  યાદ કરતા તેમણે કહ્યું કે, એક સરદાર સાહેબ હતાં જેમણે રાજા – રજવાડાઓને એક કરી દેશને એક તાંતણે બાંધી દીધો, જ્યારે બીજી  બાજૂ જવાહરલાલ નહેરૃ હતાં, જેમણે કહ્યું કે, કાશ્મીરને રહેવા દો.. આજે પરિણામ સામે છે. ૭૦ વર્ષથી મેળ પડતો નથી. પરંતુ આ મોદી છે જેમણે આતંકીઓને અઢી જિલ્લામાં ઘેરી રાખ્યા છે. રોજ ખબરો આવે છે કે, બે ત્રણ મર્યા.

Narendra Modi

પૂલવામાં હુમલા બાદ એક તરફ વિરોધીઓ દ્વારા કેન્ડલ માર્ચ માટે તૈયારી થતી હતી અને શહિદ જવાનોનું હજુ તો બારમું પણ ન્હોતું થયું ત્યાં એર સ્ટ્રાઈક કરી, પાકિસ્તાનને પહેલી વખત દુનિયા સમક્ષ રડયું. મોદી અમારો ફોન ઉપાડે તેવી આજીજી કરવી પડે. તેવા દિવસો લાવી દીધા, દુનિયાને હિન્દુસ્તાનની તાકાત બતાવી દીધી. આજે દેશને સેના ઉપર ભરોસો છે, પરંતુ કોંગ્રેસને નથી. ઉદ્દબોધનનાં પ્રારંભે મોદીએ ગુજરાતની જનતા થકી પોતે દિલ્હી જઈ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડયો હોવાનું કહી તેમણે ગુજરાતની જનતાનો આભાર માની ૨૬માંથી૨૬ બેઠકો પર કમળની માંગણી કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ એટલો પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે કે, આજે હકથી માગી શકું છું, લોકો સાથે આત્મીય નાતો જોડતા તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાંથી જે કોઈ દિલ્હી આવે છે તે સીધો ફોન કરી કહે છે, નરેન્દ્રભાઈ ચ્હા પીવી છે. આ અમરેલીમાં જ ૧૦૦થી ૨૦૦ લોકો એવા છે જેમને નામથી ઓળખું છું અને ઓછામાં ઓછા ૫૦ લોકો એવા હશે કે જે મને  નામથી બોલાવી શકે છે.

pm-narendra-modi gstv

વિશ્વમાં સૌથી ઊંચા સરદાર પટેલનાં સ્ટેચ્યુ વિષે તેમણે કહ્યું કે, આજે કોઈ પણ ગુગલમાં જઈને સર્ચ કરે કે, વિશ્વમાં સૌથી ઊંચુ સ્ટેચ્યુ ક્યુંં અને ક્યાં આવેલું છે એટલે તૂરંત જ ગુજરાત અને સરદાર પટેલનું નામ આવે. જેથી ગર્વ થાય છે. પોતાના માટે આ શ્રધ્ધાનો વિષય ગણાવી કહ્યું કે, આ કાંઈ નહેરૃનો નાના બતાવવા માટે નથી. સરદાર પટેલ તો એટલા ઊંચા હતાં કે, બીજાને નાના બતાવવા માટે મહેનત કરવી પડે તેમ નથી. આવનારી પેઢીઓ સદીઓ સુધી પ્રેરણાં મેળવી શકે તે માટે આ સ્ટેચ્યુનું નિર્માણ કરાયું છે. કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરાને ઢકોસલા પત્ર ગણાવી તેમણે કહ્યું કે, કાશ્મીરમાંથી સેના  હટાવવાની, આફસ્પા દૂર કરવાની, રાષ્ટ્રદ્રોહનો કાયદો દૂર કરવાની વાતો આ ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી છે. જો આવું થશે તો ક્યો જવાન  રક્ષા માટે ફરજ નિભાવશે.

અમરનાથનાં યાત્રિકો શું સલામત જઈ શકશે. વૈષ્ણવદેવી માતાજીનાં દર્શન સલામતથી કરી શકાશે. ચૂંટણી ઢંઢેરો એ કોંગ્રેસનું પાપ ગણાવી તેમણે કહ્યું કે, સરદાર પટેલનો આત્મા આજે દુ:ખી થતો હશે. કોંગ્રેસ આટલા વર્ષે પણ સુધરી નથી. તેને દેશ  કઈ રીતે સોંપી શકાય.આઝાદી બાદ ૨૦૧૪માં સૌથી ઓછી બેઠકો મેળવનાર કોંગ્રેસ ૨૦૧૯માં આઝાદી બાદ સૌથી ઓછી બેઠકો પર લડે છે અને સરકાર બનાવવાનો દાવો કરે છે. પ્રારંભે વડાપ્રધાને કચ્છ કાઠિયાવાડની જળસમસ્યા અને સરદાર સરોવર યોજનાને યાદ કરતા કહ્યું કે, પાણીનાં અભાવે કાઠીયાવાડમાં કોઈ દીકરી દેવા તૈયાર ન્હોતું. આજે નર્મદાનું પાણી પહોંચ્યું છે. ૪૦ વર્ષ પહેલા જો આ યોજના પૂર્ણ થઈ હોય તો ગુજરાતની શકલ કંઈક અલગ હોત. અંતમાં તેમણે ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબને ઘર, ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા દોહરાવી ખેડૂતોની માફક સાગરપુત્રો માટે પણ ક્રેડિટ કાર્ડ, અલગ મંત્રાલય, જળશક્તિ મંત્રાલયની વાતો દોહરાવી હતી.

અમરેલી લોકસભાની બેઠક પર કોંગ્રેસનાં નેતાનું નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાબખા મારતા કહ્યું હતું કે, સરદારનું સ્ચેટયુ કબાડી કહેનાર કોંગ્રેસનાં નેતાને શરમ આવતી નથી. જ્યાં અત્યાર સુધીમાં ૧૨ લાખ લોકો મૂલાકાત લઈ ચૂકયા છે એ સરદાર પટેલનાં સ્ટેચ્યૂ ખાતે કોંગ્રેસનો એક પણ નેતા ગયો નથી. સરદાર સાહેબ કોંગ્રેસનાં નેતા હતાં તેવું કહેનારા એક વકત સ્ટેચ્યૂ એ જઈ માથુ ટેકવે તો પણ સંસ્કાર સુધરશે.

Sharad Pawar

કોંગ્રેસનાં નેતાઓએ સરદારનું અપમાન કરવામાં બાકી રાખ્યું નથી. આ એવા નેતા છે, જેમનું મોઢુ જાયું હોય તો પણ દિવસ બગડે. ૨૩ મેનાં પરિણામ બાદ કેન્દ્રમાં ભાજપનાં નેતૃત્વ હેઠળની ફરી સરકારી રચાશે એટલે પહેલું કામ તમામ ખેડૂતોને સહાયનું કરવામાં આવશે. તેમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

pm modi blog

તેમણે કહ્યું હતું કે, દર વર્ષે ખેડૂતો માટે ૭૫ હજાર કરોડની સહાય હાલ આપવામાં આવે છે. જેનો દેશના ૧૨ કરોડ ખેડૂતો લાભ લ્યે છે. જો કે, તેમાં પાંચ એકર અને બે એકર જમીનની મર્યાદા રાખવામાં આવી છે. પરંતુ નવી સરકાર આવશે એટલે તુરંત જ આ પાંચ અને બે એકર જમીનની મર્યાદા દૂર કરી યોજના હેઠળ તમામ ખેડૂતોને લાભ આપવામાં આવશે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!