GSTV

ગુજરાતમાં ભાજપના સાંસદોનું બાંકડા કૌભાંડ, 1750ની કિંમતના બાંકડાની 3500ના ભાવથી ખરીદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી પરંતુ આ બાબત પણ માત્ર જુમલો રહી ગઈ છે કારણકે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. 2014ની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ તમામ 26 બેઠકો ભાજપને સોંપી હતી, પરંતુ આ સાંસદો દ્વારા લોકોનું ભલું થાય તેવું કોઈ કામ કરાયું નથી. એટલું જ નહીં કેટલાય સાંસદોએ શૌચાલય બનાવવામાં તથા બાંકડાઓ મૂકવામાં અને રોડ રસ્તાના કામો આપવામાં કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર લોકો આ બાબતની જાણકારી આપતા મેસેજ એકબીજાને આપી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંસદ નારણભાઇ કાછડીયા છે. હાલમાં તેઓની સામે કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ધાનાણીનો આક્ષેપ છે કે નારણભાઈએ કરોડો રૂપિયાના બાંકડાની ખરીદી કરી છે. લોકોને બેસવા માટેના બાંકડાઓની ખરીદી પણ ગોંડલની એક જ ખાનગી એજન્સી પાસેથી કરવામાં આવે છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી પણ આ એજન્સી પાસેથી રૂપિયા 1750ના ભાવથી બાંકડાની ખરીદી કરવામાં આવે છે, જ્યારે સાંસદ દ્વારા આજ ગુણવત્તાનો બાંકડો 3500 રૂપિયાના ભાવથી ખરીદવામાં આવે છે. આમ એક બાંકડા દીઠ 1750 રૂપિયાનું કમિશન લઈ લેવામાં આવે છે.

આ જ રીતે સુરતના ભાજપના સાંસદ દર્શનાબેન જરદોશે પણ બાંકડાની ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાની વિગતો આરટીઆઇમાં બહાર આવી છે. સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ કરેલ RTIના જવાબમાં અનેક ચોંકાવનાર વિગતો બહાર આવી છે. RTIએ આપેલા જવાબ મુજબ વર્ષ 2014થી 2019 દરમિયાન સુરતના સંસદ સભ્ય શ્રીમતી દર્શના જરદોશે પોતાના કાર્યકાળમાં સુરત મત વિસ્તારમાં વર્ષ 2016-2017માં આશરે 4200 જેટલા બેસવાના બાંકડા(બેન્ચ) અંદાજે 1.70 કરોડના ખર્ચે મુકાવ્યા હતા.

MPLADSના માર્ગદર્શન મુજબ કોઈ પણ મુવેબલ ( સ્થાન ફેર થઇ શકે તેવી ) વસ્તુઓ માટે MPLADS ફંડનો ઉપયોગ કરી શકાય નહીં. પણ સ્થાન ફેર થઇ શકે તેમાંથી અમુક જ સામાન સામગ્રીમાં MPLADS ફંડનો ઉપયોગ કરી શકાય છે,જેનો ઉલ્લેખ MPLADS ના માર્ગદર્શનમાં અલગથી અનેક્ષર -૩ માં કરવામાં આવ્યો છે. જેમાં બાંકડા MPLADS માર્ગદર્શનમાં નહીં હોવા છતાં 4200થી વધારે બાંકડા એકજ વર્ષમાં મુકીને વિવાદ સર્જયો હતો. 

આર & બી ( S.V.R.E કોલેજ પેટા વિભાગ ) દ્વારા RTIના જવાબમાં આપેલ લિસ્ટ મુજબ 77%થી વધારે બાંકડાઓ ગાયબ થતાં ગત અઠવાડિયે એક સાથે 9 જેટલા પોલીસ સ્ટેશને અને સુરત પોલીસ કમીશનરને નાગરિકોએ ફરિયાદ કરી હતી. સાંસદનો ભલામણ પત્ર બહાર આવ્યો છે. જેમાં માન્યતા મળેલા 5 પૈકી એક એજન્સીને કામ આપવા માટે ખાસ ભલામણ કરેલ છે. આ ભલામણ પત્રથી પુરવાર થાય છે કે બાંકડા કૌભાંડમાં સાંસદ સીધી રીતે સામેલ છે. તે પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.

READ ALSO

Related posts

આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા, કુલ 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ

Mayur

શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડતા જ હવે સંસદમાં બેસવાની જગ્યા પણ બદલી ગઈ

Mayur

આજે ખુલ્યો વિશ્વનો સૌથી મોટો IPO, રોકાણકારો થઇ જશે માલામાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!