GSTV
Home » News » લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ મધ્યપ્રદેશની સરકાર પાડવા માટે ભાજપ સક્રિય

લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ મધ્યપ્રદેશની સરકાર પાડવા માટે ભાજપ સક્રિય

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ મધ્ય પ્રદેશની સરકાર પર સંકટના વાદળ છવાયા છે. ભાજપે એમપીમાં કોંગ્રેસની સરકાર લઘુમતીમાં હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ એલર્ટ છે. જેથી કોંગ્રેસના તમામ મંત્રીને પાંચ- પાંચ ધારાસભ્યો પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસને ભય છે કે, ભાજપ એમપીમાં હોર્સ ટ્રેડિંગ કરી રહ્યુ છે. જેથી સીએમ કમલનાથે તમામ મંત્રીઓને સાવધાન રહેવાના પણ આદેશ આપ્યા છે. તો બીજી તરફ એમપીમાં કોંગ્રેસ મંત્રીમંડળનો વિસ્તાર અને નિગમ મંડળના પ્રમુખોની નિયુક્તિ માટે તૈયારી કરી રહી છે. જેમા કેટલાક નારાજ ધારાસભ્યોને સ્થાન આપવામાં આવશે જેથી એમપીમાં કોંગ્રેસની સરકારને બચાવી શકાય.

મહત્વપૂર્ણ છે કે, ગત દિવસે ભાજપે દાવો કર્યો હતો કે, એમપીમાં કમલનાથની સરકાર લઘુમતીમાં છે જેથી રાજ્યપાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ. ભાજપના આ પ્રકારના નિવેદન બાદ એમપીમાં ઘમાસાણ સર્જાયુ છે.

READ ALSO

Related posts

5G આવ્યા બાદ ટેલિકોમના અન્ય ક્ષેત્રો સાથે સંબંધ મજબૂત થશે : ટેલિકોમ સચિવ

Dharika Jansari

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

NDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!