GSTV
Gujarat Government Advertisement

બર્થ ડે/ સિંગર સુરેશ વાડકરે આ ચક્કરમાં રિજેક્ટ કરી દીધો હતો ધકધલ ગર્લ માધુરી દીક્ષિત સાથે લગ્નનો પ્રસ્તાવ

Last Updated on May 15, 2021 by Karan

બૉલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતની અદાકારીનાનો બધા દીવાના છે. જયારે માધુરી દીક્ષિતે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે પણ તેમના ફેન્સના દિલ તૂટી ગયા હતા.પરંતુ શું તમે જાણો છો કે બૉલીવુડની સુપરહિટ બ્યુટી સાથે લગ્નનો પ્રસ્તાવ સિંગર સુરેશ વાડકર એક વાર નકાર ચુક્યા છે. નહિ તો તમે આ પાછળનું કારણ જાણી ચોકી જશો. આજે માધુરી 54 વર્ષની છે અને પોતાના જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

માધુરીના માતા પિતા આ વાતથી ખુશ ન હતા કે એમની દીકરી ફિલ્મોમાં કામ કરે. માધુરીના આ નિર્ણય પછી એમના પેરેન્ટ્સ ઘણા પરેશાન થઇ ગયા અને તેમને ચિંતા થવા લાગી. માધુરીનો પરિવાર ઈચ્છતો હતો કે એક્ટ્રેસ જલ્દી લગ્ન કરી લે અને પોતાના પરિવારમાં વ્યસ્ત થઇ જાય. તેમને લાગ્યું જો ફિલ્મોમાં કામ કહેશે તો સારો છોકરો નહિ મળે.

આ કારણે રિજેક્ટ કરી હતી માધુરીને

માધુરી

આવી સ્થિતિમાં અભિનેત્રીના પરિવારજનોએ દીકરી માટે સારા છોકરાની શોધ શરૂ કરી દીધી હતી. એવામાં તેમણે માધુરીનો લગ્ન પ્રસ્તાવ સિંગર સુરેશ વાડકરને મોકલ્યો હતો. પરંતુ સુરેશ વાડકરે માધુરીની તસવીર જોઇને તેને ‘તે બહુ પાતળી છે’ એમ કહીને નકારી દીધી હતી. હા, માધુરી દીક્ષિતની ફોટો જોયા પછી તેને નકારી દીધી હતી. આ ઘટનાથી માધુરીના પરિવારનું દિલ તૂટી ગયું હતું.

પરંતુ કદાચ ભાગ્ય કંઈક અલગ હતું. માધુરીએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી કંઈક જાદુ બતાવ્યું કે તેના ચાહકો તેમને કહેશે, ‘દિલ તો પાગલ હે’… માધુરી દીક્ષિતે વર્ષો સુધી ફિલ્મોમાં રાજ કર્યા પછી અમેરિકન હાર્ટ સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!