GSTV

લગ્નની વર્ષગાંઠ પર ખાસ અંદાજમાં પતિ રામને માધુરીએ કર્યુ વિશ, પોસ્ટ પર લખેલો મેસેજ જણાવે છે કે કેટલી ખુશ છે અભિનેત્રી

પોતાના જમાનાની સુપરહિટ અભિનેત્રી માધુરી દીક્ષિતના લગ્નની આજે વર્ષગાંઠ છે. આ ખાસ અવસરે તેણે પોતાના પતિ ડૉ. રામ નેને માટે ખાસ અંદાજમાં વિશ કર્યુ છે. માધુરીએ તેની અને રામની ખાસ તસ્વીર શેર કરતા પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યુ છે કે, માા સપનાના ખાસ વ્યક્તિ સાથે રોમાન્સ ભરેલુ વધુ એક વર્ષ શરૂ થવા જઈ રહ્યુ છે. અમે બંને એકબીજાથી ઘણા અલગ છીએ, તેમ છતાં હું મારી લાઈફમાં તમને મેળવીને ઘણી ખુશ છું. રામ લગ્નની વર્ષગાંઠ મુબારક. આપને જણાવી દઈએ કે, રામ અને માધુરીના લગ્નની આ 21મી વર્ષગાંઠ છે.

માધુરીની આ પોસ્ટ પર સામાન્ય લોકોથી લઈને ખાસ સ્ટાર્સ અને સેલેબ્સ પર સારામાં સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનિલ કપૂર, રિતેશ દેશમુખે પણ કમેન્ટ કરી છે.

માધુરીની સાથે સાથે તેની પતિ રામે પણ એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યુ છે કે, 21 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયા અને અમારા સફરની શરૂઆત થઈ. તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ અદભૂત છે ને રોમાચિક છે. 21મી વર્ષગાંઠની શુભકામના. જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત અને રામ નેનેએ 1999માં લ્ગ્ન કર્યા હતા અને તેમને બે દિકરા પણ છે એક રયાન અને બીજો આરિન.

READ ALSO

Related posts

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!