માધુરી દિક્ષિત જોડાઇ શકે છે ભાજપમાં, આ સીટ પરથી લડશે લોકસભાની ચૂંટણી

હવે એક જમાનાની સુપરસ્ટાર હિરોઈન ભાજપમાં સામેલ થઈ રહી છે. હેમા માલિની, જયા પ્રદા, વિજ્યા શાંતિથી લઇને અનેક હિરોઈનો બોલીવૂડ બાદ રાજકારણમાં પ્રવેશી છે. જેમાં માધુરીનો વધુ એક સમાવેશ થવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં અભિનેત્રી માધુરી દિક્ષીતને પુના સીટથી ઉમેદવાર બનાવવાનું વિચારી રહી છે. નોંધનીય છે કે, બીજેપી અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂન મહિનામાં અભિનેત્રીના મુંબઈમાં આવેલા તેના ઘરે મુલાકાત પણ કરી હતી. જોકે તે સમયે શાહ ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન હેઠળ મુંબઈ પહોંચ્યા હતા અને માધુરી દિક્ષીત સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમિત શાહે અભિનેત્રીને મોદી સરકારની ઉપબ્લધિ પણ ગણાવી હતી. રાજ્યના એક સીનિયર ભાજપ નેતાના જણાવ્યા પ્રમાણે માધુરીનું નામ પુના લોકસભા સીટ માટે પસંદ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. માધુરી દિક્ષિતે તેના કેરિયરની શરૂઆત 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિ્લ્મ અબોધથી કરી હતી. ફિલ્મ તો નિષ્ફળ ગઈ હતી પણ માધુરી વિવેચકોના વખાણ મેળવવામાં સફળ થઈ હતી. ત્યારબાદ 1988માં આવેલી તેજાબના કારણે માધુરીની ગણના સ્ટાર અભિનેત્રી તરીકે થવા લાગી હતી. માધુરીએ અનેક સફળ ફિલ્મો આપી છે. જેમાં તેજાબ, સાજન, બેટા, ખલનાયક, અંજામ, હમ આપકે હૈ કોન, દિલ તો પાગલ હૈ અને દેવદાસ તેમજ લજ્જાનો સમાવેશ થાય છે.

વર્ષ 2014માં ભાજપે પુના લોકસભા સીટ કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. અહીં ઉમેદવાર અનિલ શિરોલ ત્રણ લાખ વધુ મતથી જીત મેળવી હતી. માધુરી દીક્ષિતને પુનાથી ઉમેદવાર બનાવવાની યોજના વિશે ભાજપના એક સીનિયર નેતાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પણ તેમણે સ્થાનિક ચૂંટણીમાં દરેક ઉમેદવારોને બદલી દીધા હતા અને પાર્ટીને તે નિર્ણયનો લાભ પણ મળ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter