GSTV
Home » News » જો આ વ્યક્તિના હોત તો આજે દુનિયાને માધુરી ના મળત, મળત તો ફક્ત એક ‘બેકગ્રાઉન્ડ ડાન્સર’

જો આ વ્યક્તિના હોત તો આજે દુનિયાને માધુરી ના મળત, મળત તો ફક્ત એક ‘બેકગ્રાઉન્ડ ડાન્સર’

આમ તો બોલીવુડમાં ધણા એવા સ્ટાર્સ છે જે વગર મેકઅપે ખૂબ જ સાધારણ જોવા મળે છે. પરંતુ મેકઅપ બાદ તેમની કાયા પલટ થઈ જાય છે. એવી જ એક અભિનેત્રી છે માધુરી દીક્ષિત. માધુરી દીક્ષિતની સફળતાની પાછળ તેની પોતાની ખૂબ મહેનત છે. પરંતુ આ ઉપરાંત એક એવી વ્યક્તિ છે જેને માધુરીના ટેલેન્ટનો અંદાજો આવી ગયો હતો. તે વ્યક્તિ છે પંઢરી જુકર. પઢરી જુકર હિન્દી સિનેમામાં મેકઅપ આર્ટિસ્ટ છે જેણે મોટામાં મોટા કલાકારોની કાયાપલટ કરી દીધી છે.  

આજે માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. માધુરી એક એવી એક્ટ્રેસ છે જેના માટે લોકોની દીવાનગી આજે પણ તેટલી જ છે જેટલી પહેલા હતી. એક સમય એવો પણ હતો જ્યારે તેને એક ફિલ્મમાં કામ કરવા માટે એક મહિલા કલાકારની રીતે સૌથી વધુ પૈસા મળતા હતા.   

માધુરી દીક્ષિતે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘અબોધ’થી કરી હતી. માધુરીના સાધારણ લુકના કારણે તેને લીડ રોલની ફિલ્મો ખૂબ ઓછી મળતી હતી.

Madhuri Dixit

શરૂ શરૂમાં વગર મેકઅપે માધુરી સુંદર ન હતી દેખાતી. મેકઅપ આર્ટિસ્ટ પંઢરી જુકરે જણાવ્યા અનુસાર, ‘સુભાષ ઘાઈની કર્મા ફિલ્મના એક ગીત માટે માધુરી દીક્ષિતને લેવામાં આવી હતી પરંતુ જ્યારે તેમણે માધુરીને જોઈ તો તેમણે કહ્યું કે આ છોકરીના ફિચર્સ ખૂબ શાર્પ છે. તમે તેને હીરોઈન કોમ નથી બનાવતા?’

સુભાષે તેમને ના પાડી દીધી અને કહ્યું કે આ છોકરી ખૂબ સાધારણ છે. મને તેમાં હીરોઈન વાળો ચાર્મ નથી દેખાઈ રહ્યો. સુભાષનું કહેવું હતું કે હું તેની ભલામણ એટલે કરી રહ્યો છું કારણ કે તે મારા રાષ્ટ્રની છે. ત્યાંર પંઢરી જુકરે સુભાષ ઘાઈ પાસે અડધો કલાકનો સમય માંગ્યો.

જ્યારે પંઢરી જુકરે માધુરીનો મેકઅપ કર્યો અને સુભાષના સામે રજૂ કરી તો સુભાષ ઘાઈ ચોંકી ગયા. માધુરીને જોતાની સાથે જ તેમણે કર્મા ફિલ્મનું એ સોન્ગ હટાવી દીધુ અને આવતી ફિલ્મમાં તેમણે માધુરીને લીડ રોલ આપી દીધો.

Read Also

Related posts

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk

રાજકોટમાં પોલિસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, કાલથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલદારી વિશે ચર્ચા-વિચારણા

Kaushik Bavishi

આ ફિલ્મના પ્રોડ્યુશરની ભુજમાં થઈ ધરપકડ મીડિયાકર્મીઓને કોર્ટથી રખાયા દૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!