GSTV

મધુભાઈ શ્રીવાસ્તવ નારાજ થતાં જાણો મંત્રી કૌશિકભાઈએ શું કર્યો ખુલાસો

ભાજપના મોવડીઓએ માંડ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો ગુસ્સો શાંત કર્યો ત્યાં તેમના જ જિલ્લાના અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો તો સાતમા આસમાને છે. તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલનો ખુલાસો

  • અમારા વરિષ્ઠ અને સિનિયર ધારાસભ્ય છે મધુભાઈ
  • એમની મેટર હાઇકોર્ટમાં પેન્ડિગ છે
  • સમગ્ર રાજ્યમાં કોઈ પણ તળાવ માં કામગીરી માટે હાઇકોર્ટની મંજૂરી લેવી પડે છે
  • મંજૂરી વગર કોઈ કામ થઈ શકે નહીં
  • કાયદાકીય પ્રોસેસ ચાલુ છે અને ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે
  • એમની સાથે વાત કરીને ઉકેલ લાવીશું
  • એમનો હેતુ ભગવાનની મૂર્તિ બનાવવાનો છે અને તેના માટે અમારી મંજૂરી છે.

અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી નારાજગી હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે નારાજગી સામે આવી હતી.બે દિવસથી નારાજ ચાલી રહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને આખરે ગઈકાલે ભાજના પ્રદેશ મોવડીઓએ મનાવ્યા હતા અને કેતન ઈનામદારે પોતાનુ રાજીનામુ પાછું ખેંચ્યું હતું. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.

તેમણે કહ્યું કે, તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. ધારાસભ્યએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પર આરોપ મૂકતા કહ્યું કે, વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી. કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. જો મારું કામ નહિ થાય તો રાજીનામુ આપી દઈશ.

READ ALSO

Related posts

વાશોજ ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન, ક્યારે પાણી આવશે તેની જોઈ રહ્યા છે વાટ!

pratik shah

જો આ થયું તો વિશ્વયુદ્ધના ભણકારા વાગશે: પાકિસ્તાનના સૈનિકો પહોંચ્યા, રશિયા આ મામલે કૂદ્યુ તો તો ચિંતા વધશે

Mansi Patel

મોદી સરકાર કોરોનાથી મોતના આંકડા પર બોલે છે ખોટું, હવે મોદીના મિત્ર ટ્રમ્પે ઉઠાવ્યો સવાલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!