GSTV
Home » News » હિરો, ડાયરેક્ટર કે વિલન બધાને રૂમમાં જઈને પ્રપોઝ કરી આવતી, હિરોનેે જોયો નથી કે પ્રેમ થયો નથી

હિરો, ડાયરેક્ટર કે વિલન બધાને રૂમમાં જઈને પ્રપોઝ કરી આવતી, હિરોનેે જોયો નથી કે પ્રેમ થયો નથી

શું બૉલીવુડની સૌથી સુંદર હિરોઈન મધુબાલાનું એક રહસ્ય જાણો છો તમે?. તેમનો જન્મ વેલેન્ટાઈન ડે પર થયો હતો એટલે કે 14 ફેબ્રુઆરી. કદાચ આ જ કારણથી મધુબાલા વધારે પડતી રોમેન્ટિક હતી. મધુબાલા જે હીરો અને દિગ્દર્શક સાથે કામ કરતી તેને તે પ્રપોઝ કરી દેતી. કહેવાય છે કે તેના દરેક ફિલ્મના દિગ્દર્શક અને હીરોને જોયા પછી તરત મધુબાલાને પ્રેમ થઈ જતો હતો. પ્રપોઝ કરવાની રીત પણ એક જ હોય છે. તે દરેક હીરો માટે એક ગુલાબનું ફૂલ અને લવ લેટર દઈને પ્રપોઝ કરતી હતી.

આ જ ચકકરમાં એકવાર મધુબાલાએ એક્ટર પ્રેમનાથને પ્રપોઝ કર્યું હતું. વાત 1951ની છે. બંન્ને ફિલ્મ બાદલમાં કામ કરતા હતા. આ પ્રેમનાથ તે જ છે જે ઘણીવાર ફિલ્મોમાં વિલનનાં પાત્રમાં જોવા મળે છે. શુંટિગનો પહેલો દિવસ હતો. ખબર નહીં મધુબાલાને શું થયું કે અચાનક પ્રેમનાથમા મેકઅપ રૂમમા આવી. હાથમાં એક ગુલાબનું ફૂલ અને લવ લેટર લઈને આવી હતી એ પ્રેમનાથને પકડાવી દીધા.

આ લવ લેટરમાં લખ્યું હતું કે જો તમે મને પ્રેમ કરો છે તો મારા ગુલાબનો સ્વીકાર કરો નહીંતર મને પાછું આપી દો. તેમને વિશ્વાસ નહોતો આવતો કે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી તેમને પ્રપોઝ કરી રહી છે. બસ પછી શું… પ્રેમનાથે પણ વિના વિલંબ કર્યા મધૂબાલાની ઓફર સ્વીકારી લીધી અને કહ્યું, ‘હા કબૂલ કરું છું, હું કબૂલ કરું છું.’ પ્રેમે તેનાં ગુલાબનું ફૂલ કોટમાં નાખી લીધું.

અહીંથી પ્રેમનાથ અને મધુબાલાનું અફેર શરૂ થયું. પછી શું થયું કે મધૂબાલાએ પોતાને પ્રેમનાથથી દૂર કરવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે તેમનો સંબંધ પૂરો થઈ ગયો. પ્રેમનાથ સમજી શક્યા નહોતા કે આખરે મધુબાલા કેમ આવું કરી રહી છે.

પ્રેમનાથ હજું કંઈક સમજે એ પહેલા તેમનાં મિત્ર અશોક કુમારે કહ્યું કે થોડા અઠવાડિયા પહેલા મધુબાલાએ તેમને પણ ફૂલોનો ગુલદસ્તો અને તે જ લેટર આપ્યો હતું. આ સાંભળીને પ્રેમનાથના હોશ ઉડી ગયા. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે તેઓ ક્યારેય મધૂબાલાનો ચહેરો નહીં જુએ. અને આ રીતે બંનેનો સંબંધ હંમેશ માટે સમાપ્ત થઈ ગયો.

READ ALSO

Related posts

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

Bansari

રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

Mayur

ફક્ત 17 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે સ્માર્ટફોન, Xiaomi લાવી રહી છે દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર

Bansari