GSTV

ધારાસભ્યની દબંગાઇ/ ‘મંદિરમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી,સરકારના આવા નિયમોનો હું વિરોધી છું અને વિરોધ કરીશ ‘

માસ્ક

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ફરી દબંગાઈ જોવા મળી છે.તેઓએ કહ્યુ  છે કે મંદિરમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી.સરકારના આવા નિયમોનો હું વિરોધી છું.અને વિરોધ કરીશ.ધર્મની બાબતમાં કોઈની દખલ નહીં ચલાવી લઉં.થોડા દિવસ પહેલા મંદિરમાં ડાન્સ કરતો વીડીયો વાયરલ થયો હતો.ઉલલેખનીય છે કે ગત શનિવારે મધુ શ્રીવાસ્તવે મંદિરમાં વગર માસ્ક ભજન કીર્તન કરતા નજરે પડ્યા હતા.

ધારાસભ્યએ લોકોને કોરોના મહામારીમાં ધકેલવા માટે આપ્યો ખુલ્લો દોર

આ ધારાસભ્ય તાજેતરમાં જ કોરોના મહામારીથી બહાર આવ્યા છે.એક તરફ તબીબો કોરોનાની મહામારીથી બચવા માસ્ક પહેરવો ફરજીયાત જણાવી રહ્યાં છે.ત્યારે મધુ શ્રીવાસ્તવ માસ્ક પહેરવાનો ઇન્કાર કરી રહ્યાં છે.ધારાસભ્ય લોકોને કોરોના મહામારીમાં ધકેલવા માટે ખુલ્લો દોર આપી રહ્યાં છે.

કોરોનાની ગાઇડ લાઇન મુદ્દે મધુ શ્રી વાસ્તવે સરકારને ખુલ્લી ચેલેન્જ આપી હતી.એક ધારાસભ્ય તરીકે આવું નિવેદન કેટલું યોગ્ય છે તેવા સવાલો લોકો કહી રહ્યાં છે.ધારાસભ્ય પોતે જ નિયમો પાડવાને બદલે સરકારના નિયમો તોડવાની વાતો કરી રહ્યાં છે.એક ધારાસભ્ય જ જો નિયમો નેવે મુકવાની વાતો કરતો હોય તો સામાન્ય પ્રજા પાસે તો કેટલી અપેક્ષા રાખી શકાય તે જોઇ શકાય છે.

Read Also

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!