GSTV
Home » News » મધુ શ્રીવાસ્તવના જમાઇ પર હુમલો કરનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો

મધુ શ્રીવાસ્તવના જમાઇ પર હુમલો કરનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના જમાઈ પર  હુમલો કરાયો હતો. ત્યારે પોલીસે હુમલો કરનાર બે રીક્ષા ચાલકો ને ઝડપી લીધા હતા. પોલીસે બંન્ને  રીક્ષા ચાલકોનો વરઘોડો કાઢ્યો હતો.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસે ઓટો રિક્ષા સાઈડ પર લેવા બાબતે રિક્ષા ચાલકોએ  ભાજપ ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના જમાઇ ધનંજય નિગમ પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ રીક્ષા ચાલકો ભાગી ગયા હતા.

પોલીસે આ ગુનામાં બે હુમલાખોરને ઝડપી પાડી વાઘોડિયા રોડ ઉપર વરઘોડો કાઢ્યો હતો. ધારાસભ્ય  મધુ શ્રીવાસ્તવના કાર ચાલક જમાઈ એવા ધનંજય નિગમે રિક્ષા ચાલક સાથે બોલાચાલી કરી રહ્યા હતા. તે સમયે અન્ય રિક્ષા ચાલકો આવી પહોંચ્યા હતા. અને ધનંજય નિગમ ઉપર હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

દરમિયાન ધારાસભ્યના જમાઇ ઉપર હુમલો કરવા ના મામલા માં બાપોદ પોલીસે શુક્રવારે અજય અને વિજય નામના બે રીક્ષા ચાલકો ની ધરપકડ કરી વાઘોડિયા રોડ પર  હાથકડી બાંધી ને ફેરવ્યા હતા બંને નો વરઘોડો વિસ્તાર માં નીકળતા ચકચાર મચી હતી.

Related posts

રાત્રે 10 વાગ્યા બાદ ગરબા ક્લાસીસ ચલાવવા પર પ્રતિબંધ, સંચાલકોને અપાયા આ આદેશ

Bansari

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur

સુરતમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ ટ્યુશનથી ઘરે આવ્યા બાદ કર્યો આપઘાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!