GSTV
Home » News » પ્રિયંકા ચોપરાના વિચિત્ર લુક પર મા મધુ ચોપરાએ આપ્યું રિએક્શન, કહ્યું- સામે હોત તો….

પ્રિયંકા ચોપરાના વિચિત્ર લુક પર મા મધુ ચોપરાએ આપ્યું રિએક્શન, કહ્યું- સામે હોત તો….

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના મેટ ગાલા 2019 લુકથી સૌકોઇને ચોંકાવી દીધાં હતાં. પ્રિયંકાએ સિલ્વર-પેસ્ટલ ગાઉનમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. તેનો મેકઅપ ખૂબજ લાઉડ હતો. આ અતરંગી લુકને લઇને સોશિયલ મીડિયા પર પ્રિયંકાને ટ્રોલ પણ કરવામાં આવી છે. તેવામાં હવે પ્રિયંકાની મા મધુ ચોપરાનું રિએક્શન પણ સામે આવ્યું છે.

જ્યારે મા મધુ ચોપરાને પ્રિયંકાના મેટ ગાલા લુક વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આટલા દૂરથી શું રિએક્શન હોય? મારી સામે હોય તો તેને ઝપ્પી કરી લેત. પ્રિયંકા ઘણી સુંદર લાગી રહી હતી અને સ્પેશિયલ પણ. પ્રિયંકાનો ફોટો જોતા જ મે તેને ફોન કર્યો હતો.

મધુ ચોપરાના આ નિવેદને તે ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે જે લોકો પ્રિયંકા ચોપરાના આ લુકની મજાક ઉડાવી રહ્યાં છે.

મેટ ગાલા 2019ના રેડ કાર્પેટ પર ગ્લોબલ ક્વીન પ્રિયંકા ચોપરાએ પોતાના ડ્રામેટિક લુકથી સૌકોઇને ચોંકાવી દીધા હતી. પ્રિયંકા ચોપરાએ બીજી વાર નિક જોનાસ સાથે મેટ ગાલાના રેડ કાર્પેટ પર નજરે આવી હતી. પ્રિયંકાએ સિલ્વર-પેસ્ટલ ગાઉન પહેર્યુ હતુ. તેનો મેકઅપ અને હેયરડો વધારે જ લાઉડ હતાં. ત્યાં નિક વ્હાઇટ સુટમાં નજરે પડ્યો હતો.

View this post on Instagram

Met 2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

મેટ ગાલા 2019ની થીમ Camp: Notes on fashion રાખવામાં આવી હતી. તેને ફૉલો કરતાં નિકયંકાએ પોતાનો લુક અને આઉટફિટ સિલેક્ટ કર્યા હતા. પ્રિયંકા અને નિકના આઉટફિટ Diorએ ડિઝાઇન કર્યા છે.

નોંધવા જેવી બાબત પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ફુટવેર છે. બંનેએ સિલ્વર કલરના સ્પાર્કલિંગ ફુટવેર પહેર્યા હતા. પ્રિયંકાને મેકઅપ અને હેયરડો સાથે એક્સપિરિમેન્ટ કરીને આ ડ્રામેટિક લુક આપવામાં આવ્યો હતો.

પ્રિયંકાએ પોતાના લુકને સિલ્વર પંપ્સ અને પર્પલ ડ્રોપ ઇયરિંગ્સ, મલ્ટી લેયર પેંડેંટથી કમ્પ્લીટ કર્યો. પ્રિયંકાના હેયરડોમાં સૌથી ખાસ હતું તેના માથા પરનો સિલ્વર કેજ ક્રાઉન જેને તેની એક્સેસરીઝમાં હાઇટલાઇટ કરવામાં આવ્યો.

રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે સાથે પોઝ આપ્યા હતા. આ દરમિયાન બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતા. જણાવી દઇએ કે ગત વર્ષે બંનેએ લગ્ન કર્યા છે. લગ્ન બાદ આ તેમનું પહેલું મેટ ગાલા ઇવેન્ટ છે.

આ બીજી વાર જ્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મેટ ગાલા રેડ કાર્પેટ પર સાથે નજરે આવ્યા. 2017માં પ્રિયંકા અને નિકે મેટ ગાલાના મંચ પર પહેલી અપીયરન્સ આપી હતી.

Read Also

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!