GSTV
Home » News » ઇસરોના ભૂતપૂર્વ પ્રમુખ થયા ભાજપમાં સામેલ, અમિત શાહની હાજરીમાં સદસ્યતા કરી ગ્રહણ

ઇસરોના ભૂતપૂર્વ પ્રમુખ થયા ભાજપમાં સામેલ, અમિત શાહની હાજરીમાં સદસ્યતા કરી ગ્રહણ

ઈસરોના ભૂતપૂર્વ પ્રમુખ માધવન નાયર ભાજપમાં સામેલ થયા છે. તેમણે શનિવારે કેરળના પાટનગર તિરુવનંતપુરમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે. માધવન નાયર ઈસરોના અંતરીક્ષ વિભાગના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેની સાથે જ તેઓ ત્યાંના સચિવ પદે પણ કાર્યરત હતા.

કેરળના તિરુવનંતપુરમાં 31 ઓક્ટોબર-1943ના રોજ જન્મેલા માધવને 1996માં કેરળયુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. બાદમાં તેમણે ભાભા પરમાણુ અનુસંધાન કેનદ્ર મુંબઈમાં તાલીમ લીધી હતી. ઈસરોના અધ્યક્ષ પદ પર માધવન નાયર લગભગ છ વર્ષ રહ્યા અને તેમણે ઈસરોના ઘણાં અંતરીક્ષ મિશનો સફળતાપૂર્વક પાર પાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

તેમા ઈન્સેન્ટ-3ઈ, રિસોર્સસેટ-1, એડુસેટ, કાર્ટોસેટ-1, પીએસએલવી-સી 5, જીએસએલવી-એફ 1, પીએસએલવી-સી 6, પીએસએલવી-સી 7, પીએસએલવી-સી 8, આઈએમએસ-1, પીએસએલવી-સી 9, ચંદ્રયાન-1, પીએસએલવી-સી 11, પીએસએલવી-12 અને પીએસએલવી-સી 14નો સમાવેશ થાય છે. અંતરીક્ષ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી માટે તેમને 1998માં પદ્મભૂષણ અને 2009માં પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

READ ALSO 

Related posts

‘બદલૂરામ કા બદન’ ગીત પર નાચતા દેખાઈ અમેરિકન અને ભારતિય સેના

Kaushik Bavishi

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારેના ઉત્તર ભારતીયો વાળા વિવાદિત નિવેદન અંગે પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

Kaushik Bavishi

રાજકોટમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિર્ણયનો વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!