ગે રિલેશનશીપમાં ગળાડૂબ યુવકોની સંવેદનશીલ કહાની, ચર્ચામાં છે અર્જૂન-વિક્રાંતનો લિપલૉક સીન

ઝોયા અખ્તર, રીમા કાગતીની વેબ સીરીઝ ‘મેડ ઇન હેવન’ પોતાના કન્ટેન્ટ અને સ્ટોરી ટેલિંગના કારણે ચર્ચામાં છે. આ એમેઝોન પ્રાઇમની ઓરીજનલ વેબ સીરીઝ છે. તેમાં કુલ નવ એપિસોડ છે. અલગ અલગ એપિસોડ્સને નિત્યા મહેરા, જોયા અખ્તર, પ્રશાંત નાયર અને અલંકૃતા શ્રીવાસ્તવે ડિરેક્ટ કરી છે.

સીરીઝમાં શોભિતા ધુલિપલા અને અર્જૂન માથુર લીડ રોલમાં છે. જણાવી દઇએ કે અર્જૂન વર્ષ 2019ની શરાતમાં રિલિઝ થયેલી અનુપમ ખેરની ફિલ્મ ‘ધ એક્સિડેન્લ પ્રાઇમ મિનિસ્ટર’માં રાહુલ ગાંધીનો કિરદાર નિભાવીને ચર્ચામાં આવ્યો હતો. હવે મેડ ઇન હેવનમાં તેના કિરદારની ખૂબ ચર્ચા થઇ રહી છે. ગે કેરેક્ટરના મુશ્કેલ રોલમાં અર્જૂને અનેક ઇન્ટીમેન્ટ સીન આપ્યા છે.

વેબ સિરિઝ 8 માર્ચે રીલીઝ થઇ ચુકી છે. સીરીઝમાં અર્જૂનના કિરદારનું નામ કરણ છે. કરણ વેડિંગ પ્લાનર છે અને તારા સાથે ‘મેડ ઇન હેવન’ નામનું વેડિંગ સ્ટાર્ટઅપ રન કરી રહ્યો છે. સીરીઝની સ્ટોરી ઘણી સંવેદનશીલ છે. હિન્દી સિનેમા અથવા ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવું ઘણી ઓછીવાર જોવા મળ્યું છે જ્યારે પુરુષ સમલૈંગિકતા વિશે ખુલીને વાત કરવામાં આવી હોય.

કરણે એક ઇન્ટરવ્યુમાં પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 10 વર્ષોથી ઝોયા સાથે કામ કરવા માટે રાહ જોઇ રહ્યો છુ. મને તે વાતની ખુશી છે કે અમે આ શો સાથે કામ કરી રહ્યાં છીએ. તેમાં કામ કરતાં મે નોટિસ કર્યુ કે એક એક્ટર તરીકે મારી અંદર નિખાર આવ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter