GSTV
Home » News » મેડમ તુસાદ સિંગાપોર : 5 મહિનામાં 20 એક્સપર્ટની ટીમે તૈયાર કર્યું આ અભિનેત્રીનું વેક્સનું સ્ટેચ્યુ

મેડમ તુસાદ સિંગાપોર : 5 મહિનામાં 20 એક્સપર્ટની ટીમે તૈયાર કર્યું આ અભિનેત્રીનું વેક્સનું સ્ટેચ્યુ

આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવીને તેના પરિવાર, ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ દ્વારા યાદ કરવામાં આવી રહી છે. મેડમ તુસાદસ સિંગાપોરે શ્રીદેવીને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી છે. મેડમ તુસાદ સિંગાપોરે શ્રીદેવીના 56 માં જન્મદિવસ પર તેની મીણની પ્રતિમા લોકાર્પણની ઘોષણા કરી છે. શ્રીદેવીનો આ મીણ પુતળા અભિનેત્રીની યાદમાં બનાવવામાં આવ્યું છે.

આ મીણનું પૂતળું ખૂબ જ વિશેષ છે. 20 નિષ્ણાંત કલાકારોની ટીમે શ્રીદેવીના પરિવાર સાથે તેના પોઝ, અભિવ્યક્તિઓ, મેકઅપ અને આઇકોનિક પોશાકો ફરીથી બનાવવા માટે પાંચ મહિના સુધી કામ કર્યું. અભિનેત્રીના મીણના પૂતળાને લગતી વિગતો અનુસાર શ્રીદેવીના પોશાકને ફરીથી બનાવવું સૌથી પડકારજનક હતું. શ્રીદેવીનો તાજ, ક્રાઉન, ઇયરિંગ્સ અને ડ્રેસમાં 3 ડી પ્રિન્ટ અનેક પરીક્ષણો બાદ પૂર્ણ થયા હતા.

મળતી માહિતી મુજબ શ્રીદેવીના લુક પર મીણનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે જે મિસ્ટર ઈન્ડિયાના આઇકનિક ગીત હવા હવાઈ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું. ડ્રેસ અપ, ક્રાઉન, મેકઅપ, હેરસ્ટાઇલ, મેકઅપની હવાઈ હવાઈના લુક વિશે જણાવવામાં આવી રહ્યું છે. શ્રીદેવીની આ મીણની આકૃતિ સપ્ટેમ્બરની શરૂઆતમાં તેના પતિ બોની કપૂર, જાહ્નવી અને ખુશી કપૂર દ્વારા સત્તાવાર રીતે લોંચ કરવામાં આવશે.

પત્નીને આપવામાં આવેલા આ સન્માનથી બોની કપૂર ખૂબ જ ખુશ છે. મેડમ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યું હતું કે “શ્રીદેવી ભારતીય સિનેમાની આઇકોન છે.” તેમના વિના અલ્ટીમેટ ફિલ્મ સ્ટાર એક્સપિરિયન્સ ઝોન અધૂરું છે. અમને આનંદ છે કે શ્રીદેવીનો વારસો મેડમ તુસાદમાં જોવા મળશે. ”

READ ALSO

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!