GSTV

સેલ્ફીનું ચક્કરઃ મહિલા રોડ પર લેતી હતી સેલ્ફી, ચોર આવ્યો અને કરી ગયો પરાક્રમ

વર્તમાન સમયના લોકોમાં સેલ્ફી લેવાનો ગાંડો શોખ છે. દરેક વ્યક્તિના મોઢા પર માત્ર એક જ વસ્તુ ચાલી રહી હોય છે કે, ‘ચલ બેટા સેલ્ફી લે રે’. આ શબ્દ આપણા બધાની વચ્ચે એટલો લોકપ્રિય થઈ ગયો છે કે, આ શબ્દને ઓક્સફોર્ડ વર્ડ ઓફ દી યેર પણ જાહેર કરવામાં આવ્યો છે.

સેલ્ફી લેવાનો શોખ આજે દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. ઘણી વખત તો, સેલ્ફીના કારણે ઘણી બધી ઘટનાઓ પણ બની જાય છે. આવી જ એક ઘટના હાલમાં સોશીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેને જોઈને તમે પણ કહેશો કે, ભાઈ સેલ્ફી લેવી ખરેખર નુકનાસદાયક સાબિત થાય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે મહિલાઓ રોડ પર પોતાની નવી કાર સાથે સેલ્ફી લઈ રહી હતી. તે દરમિયાન એક ચોર આવે છે અને મહિલાના હાથમાંથી ફોન ઝુંટવીને ચાલ્યો જાય છે અને મહિલા પોતાની આંખો ફાડી જોતી રહે છે અને કઈ કરી શકતી નથી.

જો કે, આ વીડિયો કઈ જગ્યાનો છે તે વાતની પુષ્ટી થઈ નથી, પરંતુ આ વીડિયો જોતા એક શીખ ચોક્કસ મળે છે કે, ક્યારેય પણ કોઈપણ જગ્યાએ ઊભા રહીને સેલ્ફી ન લેવી જોઈએ, નહીતર ચોર આવી રીતે જ આવશે અને આરામથી તમારા હાથમાંથી ફોન લઈને નીકળી જશે. ત્યારબાદ તમે પણ કંઈ નહી કરી શકો.

READ ALSO

Related posts

ભાજપના માજી મંત્રીના વાઇરલ વિડિયો અંગે આદિવાસી સમાજમાં રોષ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

Nilesh Jethva

આલિયા, દીપિકાને પાછળ રાખીને આ યાદીમાં નંબર 1 બની ‘દિલ બેચારા’ અભિનેત્રી સંજના સાંઘી

Pravin Makwana

બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાનની શરૂઆત, વરસાદનું વહી જતુ પાણી રોકી ભૂગર્ભમાં ઉતારવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!