GSTV
Home » News » આ નેતાએ કહ્યું, પુતળા દલિતોની ઓળખ છે અને સરકારને નિયમીત આવક આપે છે

આ નેતાએ કહ્યું, પુતળા દલિતોની ઓળખ છે અને સરકારને નિયમીત આવક આપે છે

પોતાના પુતળા બનાવવા માટે ખર્ચેલા પ્રજાના નાણા સરકારી તિજોરીમાં ભરવા સુપ્રીમ કોર્ટે કરેલા આદેશના એક દિવસ પછી બસપાના નેતાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ કોર્ટના અવલોકનનું ખોટુ અર્થ ઘટન ના કરે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી સામેના કેસની અંતિમ સુનાવણી બીજી એપ્રિલ રાખી હતી.

‘માધ્યમોને મારી નમ્ર વિનંતી, મહેરબાની કરીને કોર્ટના મૌખીક અવલોકનનું ખોટું અર્થ ઘટન ના કરો. મને આ બાબતે ન્યાય મળશે જ. ભાજપ અને માધ્યમો, પ્લીઝ પતંગો ઉડાડવાનું બંધ કરો, એમ તેમણે ટ્વિટમાં કહ્યું હતું.

ગયા મહિને જ ટ્વિટરમાં જોડાયેલા માયાવતીએ કહ્યું હતું કે આ સ્મારકો અને પુતળા દલિતોની ઓળખ છે અને આનાથી સરકારને નિયમીત આવક મળે છે.

એક રવિ કાંત નામની વ્યક્તિએ નોઇડામાં પાર્ક સહિત અનેક જગ્યા એ માયાવતીએ ઊભા કરેલા  પુતળાનો કરોડો રૂપિયાનો  ખર્ચ સરકારને પરત આપવા કરેલી જાહેર હિત અરજીની સુનાવણી વખતે કોર્ટે આવું કહ્યું હતું. કાંતે પુતળા હટાવવા આદેશ આપવા અને આખી ઘટનાની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની પણ માગ કરી હતી.

પોતાના બચાવમાં માયાવતીએ કહ્યું હતું કે તેઓ કોર્ટ સમક્ષ પક્ષના દ્રષ્ટીકોણને રજૂ કરશે. તેમણે કહ્યું હતું કે અત્યંત સુંદર સ્મારકો અને બગીચાઓ દલિત સમાજમાં જન્મેલા અને ભુલાવી દેવાયેલા ગુરૂઓ અને સંતોની યાદમાં બનાવવામાં આવ્યા હતા.

પછાત વર્ગોની આ નવી ઓળખ છે અને રાજ્યમાં પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ કેન્દ્ર છે. કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે પોતાના પુતળા બનાવવા અને પક્ષના પ્રચાર માટે જનતાના પૈસાનો ઉપયોગ ના કરી શકાય.

Related posts

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે હોલટિકિટ ખોવાય જાય તો પણ નહીં આવે વાંધો

Mayur

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત : 21 ઓક્ટોબરે મતદાન, 24 ઓક્ટોબરે મતગણતરી

Mayur

‘પોલીસ આવે કે મીલેટરી હું કોઇનાથી ડરતો નથી’ ફ્લિપકાર્ટમાંથી ગ્રાહકે રિફંડ લેવા સામાન મંગાવી પૈસા જ ન આપ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!