GSTV

મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ! અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ભરડામાં બાળકો? 106 માંથી 49 ડેન્ગ્યુના કેસ માત્ર બાળકોમાં

Last Updated on October 22, 2021 by pratik shah

અમદાવાદમાં બાળકો હજુ પણ રોગચાળાના ભરડામાં હોમાઈ રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી.બાળકોથી ઉભરાઇ રહી છે..ચાલુ અઠવાડિયામાં 25 ડેન્ગ્યુ, 2 ચિકનગુનિયાના કેસ બાળકોમાં જોવા મળ્યા છે. ચાલુ માસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 106 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે..જેમાં 106 માંથી 49 ડેન્ગ્યુના કેસ બાળકોમાં જોવા મળ્યા છે.

સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં ટોટલ 2 હજાર 126 બાળકોને લાવવામાં આવ્યા

સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં ટોટલ 2 હજાર 126 બાળકોને લાવવામાં આવ્યા હતા. જેમાંથી 994 બાળકો વધુ ગંભીર જણાતા દાખલ કરવા પડ્યા હતા. જ્યારે ચાલુ ઓક્ટોમ્બર માસમાં અત્યાર સુધીમાં 1 હજાર 314 બાળકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.જેમાંથી 624 બાળકો ગંભીર જણાતા દાખલ કરવાની ફરજ પડી છે.

READ ALSO

Related posts

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!