GSTV

બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી 2 લાખ લોકો ઉમટશે, 2 દિવસ જ બાકી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર બનવા જઈ રહ્યું છે. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે. શિલાન્યાસ સમારોહના પ્રસંગે આજે 27 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત બાઈક-કાર રેલી યોજવામાં આવી છે. આ રેલીનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે રેલીનું ઘાટલોડિયાના પાટીદાર ચોકથી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં 52 ગજની મા ઉમિયાની ધજા પણ લાવવામાં આવી હતી.

ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે

આ રેલી અમદાવાદના વિવિધ વિસ્તારમાં 37 કિમીમાં ફરશે. જેમ બાઈક-કાર રેલીમાં લગભગ 1500થી વધુ બાઈક, 300થી વધુ કાર, 15 ટ્રેક્ટર, 16 આઈશર જોડાઇ છે. રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી સાંજે 4 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર પહોંચશે. આ યાત્રામાં લગભગ 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે. 431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!