GSTV
Life Religion Trending

નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ

સનાતન પરંપરા અનુસાર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો નિયમ છે. આજે એટલે ગુરૂવારે, 30 માર્ચ 2023ના રોજ નવરાત્રીની છેલ્લી તિથિ એટલે કે નવમીએ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શક્તિના નવમા સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. આ દિવસે જે પણ ભક્ત સાચા મનથી માતાના આ સ્વરૂપની પૂજા કરે છે, તેના જીવનમાં હંમેશા આર્થિક સમૃદ્ધિ રહે છે, સાથે જ ઘરનું વાતાવરણ પણ આનંદમય રહે છે. આ દિવસે પૂજા કરવા સિવાય પણ કેટલાક એવા ઉપાય છે જે ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. જે કરવાથી દેવીનો સાધક હંમેશા સુખી, સમૃદ્ધ રહે છે.

ધાર્મિક માન્યતા અનુસાર દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર પોતાના કુળદેવી-કુળદેવતાની પૂજા અને આરાધના કરે છે, પરંતુ કેટલીક મનોકામનાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે તો કેટલાક માટે પ્રતિક્ષા કરવી પડે છે. જો તમે ઈચ્છો કે આજે નવરાત્રીના અંતિમ દિવસે માતા દુર્ગાના નવ સ્વરૂપ એટલે માઁ સિદ્ધિદાત્રીની કૃપા તમારા પર શીઘ્ર જ વરસે અને તમને શાંતિ મળે તો તમારે નીચે જણાવેલા પૂજાના મહાઉપાયને અવશ્ય કરવા જોઈએ. માન્યતા છે કે આ ઉપાયને કરતા જ માઁ દુર્ગા શીઘ્ર પ્રસન્ન થઈને તેમના ભક્તોને મનગમતું ફળ આપે છે.

મા સિદ્ધિદાત્રીની પૂજા પદ્ધતિ

ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે એટલે કે અંતમાં મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કન્યાઓની પૂજા કરવાનું પણ વિધાન છે. જોકે ઘણા લોકો અષ્ટમીના દિવસે જ હવન કરે છે, પરંતુ હવન નવમીના દિવસે પણ કરવામાં આવે છે. આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા દરમિયાન તેમને ફળ, ફૂલ, ધૂપ, લવિંગ વગેરે અર્પણ કરો. આ સિવાય મા દુર્ગા સાથે સંબંધિત મંત્રોનો જાપ કરો. આમ કરવાથી તમારી અને તમારા પરિવાર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે.

મા સિદ્ધિદાત્રીની સરળ પૂજા પદ્ધતિ

નવરાત્રીના છેલ્લા દિવસે સવારે વહેલા ઊઠીને સૌથી પહેલા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને જો તમે તેમ ન કરી શકતા હોવ તો સ્નાનના પાણીમાં ગંગાજળ નાખી દો. આ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા સ્થાન પર બેસી જાઓ. ધ્યાનમાં રાખો કે પૂજા જમીન પર બેસીને ન કરવી જોઈએ, પરંતુ આસન અથવા સ્વચ્છ ચાદર વગેરે ફેલાવીને કરવી જોઈએ. આ પછી એક સ્વચ્છ બાજઠ લો જેના પર લાલ રંગનું કાપડ ફેલાવો. આ બાજથ પર મા સિદ્ધિદાત્રીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો. આ પછી દેવીને ફૂલ, ફળ, રોલી, ચંદન, ચોખ્ખા, નારિયેળ વગેરે અર્પણ કરો. આ પછી માતાના મહાન ‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ॐ सिद्धिदात्री देव्यै नमः’ નો જાપ કરો. પૂજાના અંતે હવન કરો અને પછી માતાની આરતી કરો. આ પછી ભોગમાં ચડાવવામાં આવેલ પ્રસાદને બધામાં વહેંચો. માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV