મા દુર્ગાને સમર્પિત નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો કાયદો છે. નવરાત્રિમાં આદિ શક્તિ ભક્તો પર પ્રસન્ન થઈને તેમના પર આશીર્વાદ વરસાવે છે. આવામાં જે લોકો દેવીની પૂજા કરે છે તેમના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી. આ વર્ષે શારદીય નવરાત્રી પાંચ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને ધન સમૃદ્ધિનો લાભ મળશે.

વૃષભઃ આ રાશિના લોકો માટે આ નવરાત્રિ ખૂબ જ શુભ રહેશે. તમારી રાશિમાં નાણાંકીય લાભ થવાના યોગ બની રહ્યા છે. થોડો તણાવ જરૂર રહેશે, પરંતુ કામની સ્થિતિમાં સતત સુધારો થતો જશે. મા દુર્ગાના આશીર્વાદથી તમારી કારકિર્દીની સમસ્યાઓ દૂર થશે. નોકરીમાં નવી તકો પણ મળી શકે છે. પારિવારિક વિવાદોથી બચી શકાશે. ત્રીજી નવરાત્રી તમારા માટે સૌથી વધુ શુભ રહેશે.

કન્યાઃ કન્યા રાશિના જાતકોના રોકાઈ ગયેલા કે અટકેલા કામ પૂરા થશે. પૈસાની સ્થિતિ સારી રહેશે. ખર્ચ પર કન્ટ્રોલ વધશે. પ્રોપર્ટી લાભનો ઉત્તમ યોગ બની રહેશે. માન સન્માન અને પદ- પ્રતિષ્ઠામાં વધારો થશે. રોગ, દુર્ઘટનાઓ તમારાથી દૂર રહેશે. કન્યા રાશિના જાતકો માટે બીજી અને નવમી નવરાત્રી ખૂબ જ શુભ રહેશે.
વૃશ્ચિકઃ આ જાતકોને કરિયરના મોરચે સફળતાની શક્યતાઓના યોગ હશે. નોકરી, ધંધામાં લાભની સ્થિતિ રહેશે. પરિવારના સહયોગથી ધન લાભ થશે. પ્રોપર્ટીના કામોમાં વ્યસ્તતા રહેશે, પરંતુ ઇચ્છિત લાભ મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધ અને વિવાહિત જીવન પણ ખુશહાલ રહેશે. તમારી રાશિ માટે પાંચમી નવરાત્રિ સૌથી વધુ શુભ રહેશે.
મકરઃ મકર રાશિના જાતકોના દિવસો બદલાઈ જશે. કરિયર અને પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. આર્થિક સ્થિતિ પણ સારી બનશે. બેંક બેલેન્સ વધશે. સંબંધો મજબુત બનવાના યોગ પણ બનશે. મકર રાશિના લોકો માટે છઠ્ઠી નવરાત્રિ ખૂબ જ શુભ રહેશે.
કુંભઃ શારદીય નવરાત્રિ આવતા જ કુંભ રાશિના લોકોને તણાવમાંથી રાહત મળશે. પારિવારિક સ્થિતિમાં સુધારો થશે. શિક્ષણ, નોકરી અને વ્યવસાયના સંદર્ભમાં થોડા વ્યસ્ત રહેશો, પરંતુ તમને ઇચ્છિત પરિણામ અને લાભ મળશે. ધન અને સંપત્તિ સંબંધિત લાભ થશે. નવરાત્રીનો સાતમો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ