માતા અન્નપૂર્ણાના દરબારમાં મહિલાઓનો ભારે ધસારો, આ છે પરંપરા

શિવની નગરી કાશી વિશે કહેવાય છે કે આ શહેરમાં ક્યારેય કોઇ ભૂખ્યા પેટે ઉંઘતુ નથી. એવુ એટલે કારણકે અહીં એકતરફ બાબા વિશ્વનાથ પોતાના ભક્તોને આશીર્વાદ પ્રદાન કરે છે તો બીજીતરફ માતા અન્નપૂર્ણા બાબાના ભક્તોનું પેટ ભરવા માટે કાશીમાં જ રહે છે. મા અન્નપૂર્ણાના દરબારમાં ગુરૂવારે ભક્તોનો ભારે ધસારો રહે છે. કોઇ જગ્યાએ ઘંટ તો ધૂન અથવા ભક્તો માતાના સાચા દરબારનો જયજયકાર લગાવી રહ્યાં હતાં. 17 દિવસના માતા અન્નપૂર્ણાના વ્રતના અનુષ્ઠાનનો શુભ પ્રસંગ હતો.

નવા પાકને બાલિયોથી સજાવવામાં આવેલા માતા અન્નપૂર્ણાના દરબારની એક ઝલક નિહાળવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. અલગ-અલગ પ્રકારના ફૂલોને અર્પણ કરનારી વ્રતની મહિલાઓએ દેવીના દરબારમાં સુખ-સમૃદ્ધિ સિવાય પતિ અને પુત્રોના ઉત્સાહ માટે મંગળકામના કરી હતી. આ સાથે 17 દિવસના માતા અન્નપૂર્ણાના વ્રતની પૂર્ણાહૂતિ થઇ હતી. પાકની બાલિયોનો પ્રસાદ ખેડૂતોને વહેંચવામાં આવ્યો હતો.

17 દિવસનું વ્રત રાખનારી મહિલાઓએ 17 ગાંઠવાળા દોરા સાથે આટલા ફૂલો, ફળો સિવાય, ચોખા અને સિંદૂર દ્વારા પાલનહારિણીની વિધિપૂર્વક અર્ચના કરી હતી. મહિલાઓના ધસારાને કારણે મંદિરના પરિક્રમાના રસ્તા પર પગ મૂકવાની જગ્યા નહોતી. સવારે મહંત રામેશ્વરપુરીની હાજરીમાં માતાની વિધિપૂર્વક પૂજા થઇ. પટ ખુલતાની સાથે જ દર્શન માટે ભારે ધસારો રહેતો હતો. મોડી રાત સુધી ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો.

પૂર્વોત્તરના ખેડૂતોના ખેતરમાં તૈયાર કરાયેલા અનાજના નવા વાવેતરને ખાલિહાનમાં લાવતા પહેલા બાલિયોને માતાને અર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે બાલિયો, ફૂલોથી ગર્ભગૃહથી લઇને મંદિર પરિસરના દરેક ખૂણાને સજાવવામાં આવ્યું હતું. ધાનના શ્રૃંગારના દર્શન માટે ભક્તો મોડી રાત સુધી લાઇનમાં ઉભા રહ્યા હતાં. ગુરૂવારે પરોઢીયે આરતી કરીને માતાના પટ દર્શન માટે ખોલવામાં આવ્યા હતાં.

મંદિરના મહંત રામેશ્વરપુરીએ જણાવ્યું કે આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. ખેડૂતોના ખેતરના પ્રથમ પાકની સાથે જ પૂર્વોત્તરના ખેડૂતો માતાના દરબારમાં ધાન અર્પણ કરે છે. માન્યતા એ છે કે તેનાથી ખેતીમાં કોઇ પણ પ્રકારની સમસ્યા આવતી નથી અને મહાવ્રતથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter