GSTV

Viral Video: ક્રિકેટ છોડી ધોનીએ લગાવી રસ્તા પર લારી, ખવડાવી રહ્યો છે પાણી-પુરી!

Last Updated on February 6, 2020 by Arohi

ભારતના બે વિશ્વ કપ અપાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. ધોની વીડિયોમાં પોતાના પૂર્વ સાથિઓ રૂદ્ર પ્રતાપ સિંહ અને પીયુષ ચાવલાને પાણી પુરી ખવડાવી રહ્યો છે.

એક યુઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે જેની સાથે લખ્યું છે, સીધા માલદીવથી આપણા રોકસ્ટાર પાણી પુરી બનાવી રહ્યા છે. જેવો આ વીડિયો વાયરલ થયો ઘણા લોકોએ તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે.

એક યુઝરે લખ્યુ, ‘પીયુષ ચાવલાને ધોનીની સાથે જોવું રસપ્રદ છે.’ અન્ય એક યુઝરે લખ્યું- ‘ખુબ ટેલેન્ટેડ માહી.’ અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું કે, ‘તે ખૂબ ભાગ્યશાળી છે… મને ઈર્શા થઈ રહી છે. ’

આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માલદીવમાં પોતાના મિત્રો સાથે વોલીબોલ રમતોજોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો જેમાં ધોની માલદીવમાં પોતાના મિત્રો સાથે વોલીબોલ રમતો જોઈ શકાય છે.

વીડિયોમાં પૂર્વ કેપ્ટન ધોની કાળા રંગની ટી-શર્ટ પહેરીને ઉભો છે અને પોતાના મિત્રો સાથે સમુદ્ર કિનારે નવરાસની પળોનો આનંદ ઉઠાવી રહ્યો છે. ધોની ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલા વિશ્વ કપ બાદથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. હવે તે બીસીસીઆઈની કોન્ટ્રેક્ટ લિસ્ટમાંથી પણ બહાર છે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!