મોજિલાએ ભારતમાં લૉન્ચ કર્યુ Firefox Lite, મળશે પ્રાઈવસીની સંપૂર્ણ ગેરંટી

વેબ બ્રાઉઝર મોજિલાએ આજે ભારતીય ગ્રાહકોને ફાસ્ટ અને લાઈટવેટ મોબાઈલ બ્રાઉઝીંગનો અનુભવ પ્રદાન કરવા ફાયરફાક્સ લાઈટ રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે ફાયરફોક્સ લાઈટ ખૂબ જ ફાસ્ટ અને લાઈટવેટ એન્ડ્રોઈડ બ્રાઉઝર છે અને તેની સાઈઝ 4 એમબીથી પણ ઓછી છે. સાથે જ કંપનીનું કહેવુ છે કે મોજિલા ફાયરફૉક્સ લાઈટને યૂઝર્સની પ્રાઈવસીને ખાસ કરીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે.

ભારત સિવાય મોજિલા ફાયરફૉક્સ લાઈટ એપને એશિયાના 15 માર્કેટમાં તૈયાર છે. જેમાં બાંગ્લાદેશ, બ્રુનેઈ, કમ્બોડિયા, ચીન, હોંગ કોંગ, ભારત, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાન્માર, સિંગાપુર, થાઈલેન્ડ, તાઈવાન, ફીલીપાઈન્સ અને વિયતનામ સામેલ છે.

એપની લોન્ચિંગના અવસરે મોજિલા એશિયાના હેડ ઑફ પ્રોડક્ટ, જો ચેંગે કહ્યું, “ભારત વિશ્વભરમાં બીજુ સૌથી મોટું ઑનલાઈન તથા મોબાઈલ માટે મુખ્ય માર્કેટ છે, જેને 2023 સુધી 666.4 મિલિયન સુધી વિકસિત થવાની સંભાવના છે. ભારતમાં ઈન્ટરનેટના મોટાભાગના ઉપયોગકર્તા મોબાઈલ ફોન પર ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે ડેસ્કટૉપ પીસી માટે મોંઘા લેન્ડલાઈન કનેક્શનના બદલે મોબાઈલ નેટવર્કને પ્રાથમિકતા આપે છે. એવામાં મોજિલાની આ રજૂઆત તેમને મોબાઈલ બ્રાઉજિંગનો પહેલા કરતા વધારે અનુભવ પ્રદાન કરશે.”

ફાયરફોક્સ લાઈટની વિશેષતાઓ

ફાસ્ટ- ફાયરફૉક્સ લાઈટનું ફીચર ‘ટર્બો મોડ થર્ડ પાર્ટી ટેકર્સ’ને બ્લોક કરે છે, જેના કારણે ઓછા ડેટાના વપરાશની સાથે વેબસાઈટ તેજીથી લોડ થાય છે.

લાઈટવેટ- ફાયરફૉક્સ લાઈટ 4 એમબીથી પણ ઓછી છે, જે માર્કેટમાં હાજર અન્ય બ્રાઉઝર્સની તુલનામાં આકારમાં 10 ટકા ઓછી છે. જેના લાઈટવેટને કારણે ઉપયોગકર્તા કોઈ પણ ચિંતા વગર ઘણો ડેટા ખર્ચ કરી શકે છે અને પોતાના એપ્સને અપડેટ કરી શકે છે.

પ્રાઈવેટ- એડવરટાઈઝર્સ અને વેબસાઈટ્સ અવાર-નવાર ડેટા ક્લેક્શન અને ટાર્ગેટેડ એડવરટાઈઝિંગ માટે વેબ ટેકર્સનો ઉપયોગ કરે છે. ફાયરફૉક્સ લાઈટ પ્રાઈવેટ બ્રાઉઝિંગની સાથે આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter