GSTV
Home » News » કે.એસ દેત્રોજાની અલગ અલગ શહેરોમાં હજી વધુ સંપત્તિ હોવાની એસીબીને આશંકા

કે.એસ દેત્રોજાની અલગ અલગ શહેરોમાં હજી વધુ સંપત્તિ હોવાની એસીબીને આશંકા

જમીન વિકાસ નિગમના કચેરીના લાંચ કેસમાં ધરપકડ કરાયેલા એમ.ડી. કે.એસ દેત્રોજાની અનેક બેનામી સંપત્તિઓનો ખુલાસો થયો છે. દેત્રોજાના 14 દિવસના રિમાન્ડ દરમ્યાન તપાસમાં 12 જેટલી નામી અને બેનામી સંપત્તિ એસીબીને મળી આવી છે. અલગ અલગ શહેરોમાં હજી વધુ સંપત્તિ હોવાની એસીબીને આશંકા છે.

સ્થાવર સપંત્તિ અમદાવાદ ગાંધીનગરમાં પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ, ફ્લેટ હોવાનું સામે આવ્યું છે. બાલાજી વિન્ડ પાર્કમાં 7 BHK ફ્લેટ મળ્યો છે. એની તપાસ પણ કરવામાં આવી છે. આ ફ્લેટનો દસ્તાવેજ દેત્રોજાની પત્ની દર્શનાબેનના નામે કરવામાં આવ્યો છે. કેટલીક સપંત્તિ તેમના ભાઈ, ભાણેજના નામે હોવાનું સામે આવ્યું છે.

તેમના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી એક કરોડથી વધુના ટ્રાન્જેક્શનો બહાર આવ્યા છે. દેત્રોજાની પત્ની પૂછપરછમાં યોગ્ય જવાબ આપી શક્યા નથી. આ ઉપરાંત કૌભાંડ સામે આવ્યા બાદ દેત્રોજા ભાગતા ફરતાં હતા. તે સમયે એમની મદદ કોણે કરી હતી. ટ્રાન્સપોર્ટેશન કોણે પૂરું પાડ્યું હતું તેની પણ તપાસ કરાશે.

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar