આ સમયે સમગ્ર વિશ્વ મોંઘવારીની અસરથી પરેશાન છે. કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ફુગાવાના કારણે જીવન ખર્ચમાં વધારો થયો છે. મોંઘવારીની આ અસરને ઘટાડવા માટે લક્ઝરી કાર અને એરક્રાફ્ટ એન્જિન બનાવતી બ્રિટિશ કંપની રોલ્સ રોયસ(Rolls Royce) તેના કર્મચારીઓને 1 લાખ રૂપિયાથી વધુનું બોનસ આપવા જઈ રહી છે. જોકે, કંપનીના કર્મચારીઓ તેનાથી ખુશ નથી અને મજૂર સંઘે કંપનીની આ જાહેરાતને ફગાવી દીધી છે.
ફુગાવાના કારણે કંપની બોનસ આપી રહી છે
એક અહેવાલ મુજબ, રોલ્સ રોયસની આ બોનસ ઓફર કંપનીના લગભગ 70 ટકા કર્મચારીઓ માટે છે. કંપનીએ શોપ ફ્લોર અને જુનિયર મેનેજમેન્ટમાં કામ કરતા લગભગ 14 હજાર કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તાએ સમાચારમાં ટાંકીને જણાવ્યું હતું કે શોપ ફ્લોરના કર્મચારીઓને ઓછામાં ઓછા એક દાયકામાં સૌથી વધુ વાર્ષિક વધારો ઓફર કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે તે તેના કર્મચારીઓને મોંઘવારીથી વધતા જીવન ખર્ચના બોજને ઘટાડવા માટે બોનસ આપી રહી છે.

આ કારણોસર યુનિયને નકારી કાઢ્યું હતું બોનસ
બીજી તરફ કર્મચારીઓના યુનિયને કંપનીની આ ઓફરને ફગાવી દીધી છે. યુનિયનનું કહેવું છે કે બોનસ ઓફર કરી તે તેમની અપેક્ષા કરતાં ઓછી છે. યુનાઈટ યુનિયનના પ્રવક્તાએ ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે, “અમારા સદસ્યોએ જીવનનિર્વાહના વધતા ખર્ચ માટે જેટલો દાવો કર્યો હતો, આપવામાં આવી રહેલી આ બોનસ તેના કરતા ખૂબ જ ઓછી છે. યુનાઈટેડના સીનિયર પ્રતિનિધિ આગળના પગલાં વિશે ચર્ચા કરી રહ્યા છે.”
બ્રિટનમાં લેબર યૂનિયનનો છે દબદબો
તમને જણાવી દઈએ કે બ્રિટનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લેબર યુનિયનનું ઘણું વર્ચસ્વ છે. આ સિવાય કર્મચારીઓની અછત અને મોંઘવારીના ઊંચા સ્તરને કારણે યુનિયને સામાન્ય કરતાં વધુ બોનસની માંગણી કરી છે. Rolls-Royce કહે છે કે તે 11,000 શોપ ફ્લોર કર્મચારીઓ અને 300 જુનિયર મેનેજરોને એક વખતનું બોનસ રોકડમાં ચૂકવશે. કંપની માર્ચની પાછલી તારીખથી 11,000 શોપ ફ્લોર કામદારોના વેતનમાં 4 ટકાનો વધારો કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે પ્રથમ વખત કર્મચારીઓને બોનસ ચૂકવી રહી છે.

બોનસથી કર્મચારીઓને મોંઘવારીનું આ જોખમ
રોલ્સ-રોયસનું કહેવું છે કે આ વર્ષે ઓગસ્ટમાં 3000 જુનિયર મેનેજરો રોકડ બોનસ મેળવશે, જ્યારે 11,000 શોપ ફ્લોર કર્મચારીઓને જ્યારે યુનિયન દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે બોનસ મળશે. કંપની બોનસ આપવાનું આ પગલું એવા સમયે ઉઠાવી રહી છે જ્યારે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કંપનીઓને આવું કરવા સામે ચેતવણી આપી છે. જોન્સને કહ્યું હતું કે જો કંપનીઓ કર્મચારીઓના વેતનમાં ઝડપથી વધારો કરશે તો આવશ્યક ચીજોની કિંમતો વધવાનું જોખમ રહેશે. રોલ્સ-રોયસ પહેલા, એયરબસ (Airbus) અને લોયડ બેંકિંગ ગ્રુપ (Lloyd Banking Group Plc) પોતાના બ્રિટિશ કર્મચારીઓને બોનસ આપી ચુકી છે.
READ ALSO:
- Breaking / મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ, ઉદ્ધવા ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે