GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ક્યાં છે મંદી : લક્ઝરી કાર કંપની મર્સીડીઝ બેંજે 200 કારનું કર્યું વેચાણ, ગુજરાતમાં 74 વેચાઈ

ગુજરાત સહિત ભારતભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. ડુંગળી, પેટ્રોલ, ડિઝલના ભાવ ચરમસીમાએ છે. મંદીના કારણે ઘણા ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે. પણ એક કંપની એવી છે જેને મંદીનો માર બિલ્કુલ સહન નથી કરવો પડ્યો. ઉપરથી ગુજરાતમાં જ તેની ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ બીજા ક્રમે થયું છે. જેથી મંદી ગુજરાતીઓને સ્પર્શી શકી નથી તે કહેવામાં બિલ્કુલ અતિશ્યોક્તિ નથી.

લક્ઝરી કારનું ઉત્પાદન કરતી મર્સિડીઝ

આ કંપનીનું નામ છે મર્સીડીઝ. લક્ઝરી કારનું ઉત્પાદન કરવા માટે પંકાયેલી આ કંપનીને તહેવારોની સિઝનમાં જ્યારે ઘી સાંકળ મળી ગયા છે. ગઈકાલે દશેરાના તહેવાર નિમિત્તે કંપનીની 200 કાર ફટાફટ વેચાઈ ગઈ હતી. કંપની દ્રારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, મર્સિડીઝને દશેરાના દિવસનો સૌથી મોટો ફાયદો થયો છે. મુંબઈમાં કંપનીની 125 અને ગુજરાતમાં 74 જેટલી ગાડીઓનું વેચાણ થતા કંપની મંદીની અસરમાં નથી તેવો પુરાવો પણ મળ્યો છે.

કયા મોડલ્સનું થયું વેચાણ ?

જે મોડલ્સનું વેચાણ થયું હતું. તેમાં સી, ઈ ક્લાસ સેડાન અને જીએલસી, જીએલઈ જેવી એસયુવી કાર્સ સામેલ છે. મર્સીડીઝ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે સી-કલાસની શરૂઆતની કિંમત 40 લાખ 10 હજાર રૂપિયા છે. આમ છતાં ખરીદનારાઓએ તેની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના મબલખ ગાડીઓ ખરીદી. ઉપરથી ઈ-કલાસની 58 લાખ 80 હજાર, જીએલસીના 52 લાખ 37 હજાર 658 રૂપિયા અને જીએલઈની 86 લાખ 95 હજાર 934 રૂપિયા છે. જેથી મુંબઈગરા અને ગુજરાતીઓને મોંઘવારી અને મંદી તહેવારોની સિઝનમાં નડતી નથી તેવું સ્પષ્ટ સાબિત થઈ ચૂક્યું છે.

કંપની નવી કારનું કરશે ઉત્પાદન

મંદીના કારણે મર્સિડીઝ કંપનીને પણ ચિંતા હતી પણ બાદમાં કારના વેચાણના કારણે તેમનો શ્વાસ હેઠો બેઠો હતો. કંપનીના સીઈઓ માર્ટિન શ્વેંક દ્રારા આપવામાં આવેલા નિવેદનમાં જાણવા મળ્યું હતું કે, મુંબઈ અને ગુજરાતી ગ્રાહકોએ નવરાત્રીના તહેવાર દરમિયાન ગત્ત વર્ષ જેટલો જ ઉત્સાહ દાખવ્યો હતો. હવે કારનું અધધધ વેચાણ થવાના કારણે કંપનીમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે. જેથી આગામી સમયમાં દિવાળીનો તહેવાર નજીક આવતો હોય કંપની નવા મોડેલ્સને લોન્ચ કરવામાં લાગી ગઈ છે.

READ ALSO

Related posts

AIIMSની સ્ટડીમાં HCQ કારગર, ‘2-3 મહિનામાં બની જશે Coronaની દવા’

Mansi Patel

માયાવતીએ યોગી સરકારને લીધી આડે હાથ, પ્રવાસી શ્રમિકોને લઈને શાધ્યુ નિશાન

Arohi

Corona બેડની બ્લેક માર્કેટિંગ કરનાર હોસ્પિટલો વિરૂદ્ધ કેજરીવાલ સરકાર કરશે કાર્યવાહી, આપી આવી ચેતાવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!