GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

લક્ઝુરિયસ કાર તમને તો નથી મળી સસ્તામાં નહીં તો પોલીસ આવશે ઘરે

વડોદરામાં દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી લક્ઝુરિયસ કાર ચોરી કરીને બોગસ ડોક્યુમેન્ટ દ્વારા વેચી મારતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ થયો છે. દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરાના અકોટા ગાર્ડન પાસે રહેતા તરૂણ નાથાણીની ધરપકડ કરી છે અને રાજસ્થાનના શકીલ, અમદાવાદના ગુડ્ડુ અન્સારીની શોધખોળ હાથ ધરી છે. વડોદરા PCB એ ટોયેટો ફોર્ચ્યુનર અને હ્યુન્ડાઇ સહિત 8 કાર જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટીએ આ અંગે જણાવ્યું કે, આ ટોળકી દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી લક્ઝુરીયસ કારની ચોરી કરતા હતા. અને ચોરેલી કારના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને સસ્તા ભાવે વેચી મારતા હતા. પોલીસે ટોળકી પાસેથી બે ટોયેટા ફોર્ચ્યુનર, 2 ઇનોવા ક્રિસ્ટા, 1 ફોર્ડ એન્ડેવર, 1 હોન્ડા સિટી, 1 હ્યુન્ડાઇ ક્રેટા અને 1 હ્યુન્ડાઇ આઇ-20 એસ્ટા મળીને કુલ રૂપિયા 1.88 કરોડની કિંમતની 8 કાર કબજે કરી છે. આ ટોળકીએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી ટોયોટો ફોર્ચ્યુનર, હ્યુન્ડાઇ ક્રેટા અને સિલ્વર કલરની ઇનોવા ક્રિસ્ટા ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન ચોરીની અનેક કારોનો ભેદ ઉકેલાવાની શક્યતાઓ છે.

READ ALSO

Related posts

સુશાંતના કેસમાં હવે CBI કામ કરશે, જાણીએ કેવી રીતે એજન્સી કામ કરે છે અને તેમના પાવર કેટલા છે

Mansi Patel

સુરાજ પંચોલીનો સુશાંત સાથે થયો હતો ઝઘડો? અભિનેતાએ જણાવી હકીકત

Arohi

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા આ ડેમમાં નવા નીર ન આવતા ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!