દુનિયાનો એક માત્ર દેશ કે જ્યાં તમામ પ્રકારનાં ટ્રાન્સપોટેશન મફત હશે

દુનિયાના લગભગ દરેક દેશોમાં અલગ અલગ મુશ્કેલીઓમાંથી એક એટલે વધતુ જતુ pollution અને traffic control. જેના માટે દરેક દેશમાં અલગ અલગ પ્રકારના ઉપાયો શોધવામા આવે છે. ટ્રાફિકની ભીડ-ભાડ અને વાયુના દૂષણથી મુક્ત થવા માટે યુરોપિયન દેશ લક્ઝમબર્ગ પબ્લિક પરિવહનને સંપૂર્ણપણે મફત કરવા જઈ રહ્યો છે. લક્ઝમબર્ગ વિશ્વનો પ્રથમ દેશ હશે કે જ્યાં પબ્લિક પરિવહન પૂર્ણ રીતે મફત હશે. ત્યાં વડાપ્રધાન Xavier Bettelએ જણાવ્યું હતું કે તેઓ આ નિયમ આગામી વખતના ચૂંટણી પછીથી લાગુ કરશે. જેમાં બસ અને ટ્રેન સહિત બધા પબ્લિક પરિવહન મફત કરવામાં આવશે.

અહીં 1 ઓગસ્ટ 2018થી 20 વર્ષ સુધીનાં નાગરિક મફતમાં મુસાફરી કરી રહ્યાં છે. તેમને તેમની ઉંમ્ર જણાવવા માટે કોઈ ઓળખપત્રની પણ જરૂર નથી. તેમાં એક નિયમ એમ પણ છે કે 4 વર્ષ સુધીનું બાળક ઓછામાં ઓછા 12 વર્ષના બાળક સાથે હોવું જોઈએ. અને જે હાઇસ્કૂલ અને સેકેન્ડ્રીનાં વિદ્યાર્થીઓ છે તેઓ ભલે વિદેશમાં ભણતા હોય, તેઓ પણ અહીં મફત ટ્રાન્સપોર્ટનો લાભ લઈ શકે છે.

પરંતુ તે આ સેવા એની સંસ્થા, કોલેજ, શાળાથી ઘર સુધી જ લઇ શકે છે. તેના માટે વિદ્યાર્થીએ student MyCard દેખાડવું પડશે. કે જે ત્યાંની સંસ્થા, કોલેજ અથવા શાળા તરફથી જ આપવામાં આવેલ હશે. લક્ઝમબર્ગમાં રોજનાં લગભગ 190,000 મુસાફરો પડોશી દેશમાંથી મુસાફરી કરવા માટે આવે છે. જેમાંથી અડધા ફ્રાન્સથી અને બાકીના જર્મની અને બેલ્જિયમથી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter