India vs Australia : 399 રનનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમે લંચ સુધી ગુમાવી 2 વિકેટ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊન્ડમાં રમાઇ રહેલી બોક્સિંગ ડે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનો મેચ રસાકસીમાં પરિણમ્યો છે. શનિવારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 399 રનનો સ્કોર રાખ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 44 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે હજુ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ 355 રનના લક્ષ્યાંકથી દૂર છે.

લંચ ટાઇમ સુધીમાં ઉસ્માન ખ્વાજા 26 અને શોન માર્શ બે રન બનાવીને રમી રહ્યા છે. મોટા સ્કોરનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ઓવરમાં જ એરોન ફિંચના નામે ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. જે વિરાટ કોહલીના હાથે આઉટ થઇ ગયો હતો. ભારતને બીજી સફળતા રવિન્દ્ર જાડેજાએ અપાવી હતી. જાડેજાએ પિચ પર ટકી રહેલા ખેલાડી રફ પૈચને આઉટ કર્યો હતો. અત્યાર સુધી મેદાન પર અણનમ રહેલા ખ્વાજા એ અત્યાર સુધીમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા છે.

આ પહેલા ભારતે ચોથા દિવસે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલીંગના કારણે પહેલી ઇનિંગમાં મોટી લીડ મેળવ્યાં બાદ પણ ઓસ્ટ્રેલિયાને ફૉલોઓન માટે આમંત્રિત ન કરવાનો ભારતનો નિર્ણય ખોટો સાબિત થયો. પેટ સમિંસના કાતિલ સ્પેલથી બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા ખખડી ગઇ.કેપ્ટન વિરાટ કોહલીએ વર્તમાન ચલણનું અનુસરણ કરતાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓન ન આપ્યું. જ્યારે ભારતના બોલર્સ પણ થાક્યા ન હતા. પોતાની પહેલી ઇનિંગ સાત વિકેટ પર 443 રન બનાવીને ઘોષિત કરમાર ભારતે ત્રીજા દિવસે રમત પૂરી થઇ ત્યાં સુધીમાં પાંચ વિકેટ પર 54 રન બનાવ્યા છે અને ભારતે કુલ 346 રનની લીડ મેળવી છે.

ભારતે 28 રનના સ્કોર પર હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી તથા 32 રનના સ્કોર પર આંજિક્ય રહાણેની વિકેટ પણ ગુમાવી. 44 રનના સ્કોર પર રોહિત શર્મા આઉટ થયો. પુજારા અને કોહલી તો ખાતુ પણ ખોલાવી ન શક્યા. તેવામાં રહાણેએ 1 રન, રોહિતે 5 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાના 3 નંબરથી લઇને 6 નંબર સુધીના બેટ્સમેને 6 રન જ બનાવ્યા.

ઓવરઓલ ભારતના મિડલ ઓર્ડરે મેલબર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ફક્ત 6 રન બનાવ્યાં જે 72 વર્ષ જૂના શરમજનક ભારતીય રેકોર્ડની બરાબરી છે. બીજી રીતે કહીએ તો હાલની ટીમ ઇન્ડિયાએ તેનું પુનરાવર્તન કર્યુ છે. હકીકતમાં ટીમ ઇન્ડિયાએ આવો રેકોર્ડ પહેલીવાર વર્ષ 1946માં પટૌડીની કેપ્ટન્સીમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં બનાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના 3થી 6 નંબરના બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી ઓછા રન

  • ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 રન- માનચેસ્ટર,1946
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 રન-મેલબર્ન,2018
  • ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 9 રન- હૈદરાબાદ,1969
  • વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ 9 રન-અમદાવાદ,1983

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter