રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યના 24 જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લમ્પી વાયરસના કુલ 2517 કેસો સામે આવ્યા છે. જ્યારે 110 પશુઓના મરણ થયેલ છે. મહત્વનું છે કે રાજ્ય સરકારનું પશુપાલન વિભાગ લમ્પી વાયરસને રોકવા માટે અવનવી યોજનાઓ ત્યાર કરી રહ્યું છે.

રાજ્યમાં લમ્પી વાયરસનો ખુબ કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 જિલ્લામાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે અને લમ્પી વાયરસને કારણે 3510 પશુઓના મરણ થયેલ છે. જોકે છેલ્લા 24 કલાકમાં 2,517 પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 110 પશુઓના મોત નીપજ્યા છે. જેમાં બનાસકાંઠામાં 1,041 પશુઓ સૌથી વધુ સંક્રમિત થયા છે અને કચ્છ જિલ્લામાં 32 પશુઓના સૌથી વધુ મોત નિપજ્યા છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસને રોકવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને જે જે જિલ્લામાં પશુઓ સંક્રમિત થયા છે તે જિલ્લામાં પશુઓને વેક્સિન આપવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા લમ્પી વાયરસથી અસરગ્રસ્ત કુલ 24 જિલ્લામાં 40 લાખ 14 હજાર 597 પશુઓને વેકસીન આપવામાં આવી છે. પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં 24 જિલ્લામાં કુલ 1 લાખ 20 હજાર 433 પશુઓને વેકસીન આપવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે રાજ્ય સરકારના પશુપાલન વિભાગે કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ ને પત્ર લખીને જાણ કરી છે. રાજ્યના તમામ પશુઓને વેકસીન આપવામાં આવે જો કે ગુજરાત સરકાર દ્રારા કેન્દ્ર પાસે આ મામલે મજૂરી માગી છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર આ મામલે રાજ્ય સરકારને કોઈ હકારાત્મક જવાબ આપ્યો નથી. ગુજરાત સરકાર રાજ્યના તમામ પશુઓને વેકસીન મળે તેવું આયોજન કરી દીધું છે પણ કેન્દ્ર સરકાર ની લીલીઝંડી મળતા તે અભિયાન રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવશે.

તો બીજી તરફ દુધાળા પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસને કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે દુધાળા પશુઓ જો લમ્પી વાયરસ નો શિકાર થાય છે તો પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં અંદાજિત 20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી પશુપાલક મંડળીમાં પહેલાં કરતાં 20 ટકા ઓછું દૂધ જમા કરાવતા તેના ખિસ્સાં પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો