GSTV
Gujarat Government Advertisement

LIC ની આ પોલિસીમાં કરો એકમુશ્ત રોકાણ! મહીને 4 હજાર રૂપિયા મળશે પેંશન અને બીજા ઘણા લાભ

lic

Last Updated on November 21, 2020 by Ankita Trada

લાઈફ ઈંશ્યોરેંસ કોર્પોરેશન ઓફ ઈંડિયા (LIC) દેશની સૌથી વિશ્વાસપાત્ર વીમા કંપનીઓમાંથી એક છે. જો તમે રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો તો, LIC ની ‘જીવન અક્ષય’ પોલિસીમાં રોકાણ કરી શકો છો. LIC ની આ પોલિસીમાં રોકાણ કરી તમે મહીને પેંશનની વ્યવસ્થા કરી શકો છો. આ પોલિસી રાષ્ટ્રીય પેંશન પ્રણાલીના સબ્સક્રાઈબર્સ અને પેંશનનું પ્લાનિંગ કરનારઓની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે.

10 અલગ-અલગ વિકલ્પ મળે

‘જીવન અક્ષય’ એન્યૂટી પ્લાનમાં રોકાણ કરી તમે પોતાના પરિવાર અથવા ખુદ માટે પેંશનની વ્યવસ્થા કરી શકો છો. ખાસ વાત એ છે કે, રોકાણ બાદ તમારે પેંશન પસંદ કરવા માટે 10 અલગ-અલગ વિકલ્પ મળે છે. વાત કરીએ આ પોલિસીની શરતોની તો તેમાં 18 થી 35 વર્ષનો વ્યક્તિ રોકાણ માટે પાત્ર માનવામાં આવ્યો છે. આ પોલિસીમાં લઘુતમ 1 લાખ રૂપિયાનું રોકાણ કરી પોલિસી લઈશકાય છે તો મહત્તમની કોઈ સીમા નથી. કોઈપણ ભારતીય નાગરિક આ પોલિસીને ખરીદવા માટે પાત્ર માનવામાં આવ્યું છે.

જો તમે દર મહીને પેંશન મેળવવા માગો છો તો તમે ‘Annuity payable for life at a uniform rate’ને પસંદ કરી શકે છે. આ વિકલ્પને પસંદ કર્યા બાદ તમે રોકાણ બાદ પેંશન મેળવી શકો છો.

  • ઉંમરઃ 65
  • સમ એશ્યોર્ડઃ 700000
  • એકમુશ્ત પ્રીમિયમઃ 712600

પેંશન

  • વાર્ષિક: 61705
  • અર્ધવાર્ષિકઃ 30118
  • ત્રિમાસી 14892
  • મંથલીઃ 4920

ઉપરોક્ત ઉદાહરણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ 65 વર્ષની ઉંમરમાં આ પોલિસીમાં રોકાણ કરો છો અને 700000 નું સમ એશ્યોર્ડ પસંદ છે તો તેને કુલ 712600 રૂપિયાનું એક પ્રીમિયમ ભરવાનું હશે. ત્યારબાદ દર મહીને 4920 રૂપિયા પેંશનના રૂપમાં મળશે. પોલિસીધારકને આ લાભ ત્યાં સુધી મળશે જ્યાં સુધી તે જીવિત રહે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!