GSTV
Home » News » Movie Review: કૉમેડી અને એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ છે કાર્તિક-કૃતિની રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ ‘લુકાછુપી’

Movie Review: કૉમેડી અને એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ છે કાર્તિક-કૃતિની રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ ‘લુકાછુપી’

લિવ-ઇન રિલેશનશીપની થીમ પર આધારિત ફિલ્મ લુકા છુપી આજે રીલીઝ તઇ ગઇ છે. ફિલ્મ જોયા બાદ દર્શકો ખૂબ જ ખુશ છે. આ ફિલ્મની સ્ટોરી નવી નથી કારણ કે અગાઉ પણ લિવ-ઇન રિલેશનશીપ પર ફિલ્મો બની ચુકી છે. એક સામાજિક મુદ્દાને સમજદારી અને કોમેડીના તડકા સાથે રજૂ કરવો આ ફિલ્મની ખાસિયત છે. આ ફિલ્મ તમને બોરિંગ નહી લાગે પરંતુ કાર્તિક અને કૉતિની કોમેડી અને રોમાન્સ તમને હસવા મજબૂર કરશે.

સ્ટોરી

કાર્તિક આર્યન અને કૉતિ સેનનની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લુકા છુપીની સ્ટોરી ઉત્તરપ્રદેશના નાનકડા શહેર મથુરાથી શરૂ થાય છે. જ્યાં ગુડ્ડુ (કાર્તિક આર્યન) એક રિપોર્ટરના કિરદારમાં છે. ગુડ્ડુ પહેલી જ નજરમાં તેની ઑફિસમાં આવેલી એક ઇન્ટર્ન રશ્મિ (કૉતિ સેનન)ને દિલ દઇ બેસે છે. રશ્મિ એક નેતા (વિનય પાઠક)ની દિકરી છે. જે એક રાજનેતા છે અને સમાજમાં લિવઇન રિલેશનશીપ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. જ્યારે ગુડ્ડુ, રશ્મિને લગ્ન માટે પ્રપોઝ કરે છે તો રશ્મિ તેને સમજાવે છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેવું મજેગાર છે. બંને ગ્વાલિયરમાં એક મકાન ભાડે લઇને બંને લિવ ઇનમાં રહે છે. પરંતુ તેનો એક પાડોશી તેનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરે છે તેથી ગુડ્ડ અને રશ્મિ પતિ-પત્ની હોવાનું નાટક કરે છે.

ફિલ્મમાં મજા ત્યારે આવે છે જ્યારે ગુડ્ડુના ઘરના સભ્યો તેને સરપ્રાઇઝ આપવા પહોંચી જાય છે. સ્ટોરીમાં દર્શાવવામાં આવ્યું છે કે લિવ ઇન રિલેશનશીપને લઇને સમાજમાં હોબાળો મચી ગયો છે અને રાજકીય પાર્ટીઓ પોતાના હિત માટે આ મુદ્દો ઉઠાવીને તેનો બહિષ્કાર કરે છે. આગળ શું થાય છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

એક્ટિંગ

કાર્તિક આર્યન પોતાના રોલમાં ફિટ બેસે છે. કૉતિએ પણ પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ફિલ્મમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળશે. પંકજ ત્રિપાઠીની જબરદસ્ત કોમેડી છે. વિનય પાઠક, ત્રિવેદીના રોલમાં ફિટ બેસે છે.

ફિલ્મની ખાસ વાત

આ ફિલ્મને જોઇને તમે બોર નહી થાઓ. આ ફિલ્મ જોતા તમે રોમેન્ટિક ફિલ કરશો. કારણ કે કોમેડીના ચક્કરમાં આ ફિલ્મ રોમેન્ટિક ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મમાં તમને પંકજ ત્રિપાઠી અને અપાર શક્તિની કોમેડી પસંદ આવશે. ફિલ્મની સ્ટોરીમાં લિવ ઇન રિલેશનશીપના મુદ્દા ઉપરાંત કંઇ નવું જોવાની આશા રાખશો તો નિરાશ થશો. કારણ કે ફિલ્મ પોતાની થીમ પર કાયમ છે.

Read Also

Related posts

ગર્લફ્રેન્ડ સાથે જલસા કરી રહ્યો હતો પતિ, પત્ની વીડિયો ઉતારવા લાગી અને જોત જોતામાં તો….

Bansari

બ્રાઉન રાઇસથી નહી ઘટે વજન, આ રીતે સફેદ રાઇસ ખાઇને પણ રહો સ્લીમ ટ્રીમ

Kaushik Bavishi

અમેરિકાના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે થશે “હાઉડી મોદી” કાર્યક્રમ, ભારતીય સમુદાયને મળશે PM મોદી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!