GSTV

Ludo trailer: કોમેડીથી ભરપૂર ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ, પંકજ ત્રિપાઠીનો આવો અંદાજ પહેલા નહી જોયો હોય

લૂડો

અનુરાગ બાસુની ફિલ્મ ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન, આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા જેવા સ્ટાર્સ છે. પરંતુ આ ફિલ્મમાં સૌથી મનોરંજક અંદાઝમાં પંકજ ત્રિપાઠી જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં રાજકુમાર રાવની સ્ટાઇલ પણ કંઇક અલગ જ જોવા મળી રહી છે.

જાણો કેવુ છે ફિલ્મનું ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર એકદમ ફની છે. ફિલ્મમાં ચાર અલગ અલગ સ્ટોરીઓ ચાલી રહી છે. એક સ્ટોરીમાં અભિષેક બચ્ચન એક બાળકીનું અપહરણ કરતો જોવા મળે છે, જ્યારે બીજી સ્ટોરીમાં સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર એકબીજાના પ્રેમમાં પડેલાં જોવા મળી રહ્યા છે.

તે જ સમયે રાજકુમાર રાવ પાસે તેની જૂની પ્રેમિકા તેના બાળકને લઈને પછી આવે છે અને તેના પતિને જેલ તોડીને તેમાંથી બહાર નીકાળવાની વાત કરે છે. ચોથી સ્ટોરીમાં અભિનેતા રોહિત સરાફ કંઇક અલગ જ કરતો નજરે પડે છે. આ બધા પાત્રોમાં પંકજ ત્રિપાઠી પોતાની આગવી શૈલીમાં લોકોને ગોળી મારતો જોવા મળે છે.

લૂડો

અઢી મિનિટના ટ્રેલરમાં આટલી વિશાળ સ્ટારકાસ્ટની સ્ટોરી સમજાવવી થોડી મુશ્કેલ છે. પરંતુ એટલું તો ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મમાં એક્શન અને કોમેડી બંને ભરપૂર છે. ટ્રેલરની દરેક ફ્રેમમાં મનોરંજન જ મનોરંજન છે. ‘લૂડો’ 12મી નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મની સીધી ટક્કર અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’ સાથે થશે જે નવમી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Read Also

Related posts

અમદાવાદ : ગુનાખોરીમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર પાલીકાએ ફેરવ્યું જેસીબી

Nilesh Jethva

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!