GSTV
Home » News » મેનકા ગાંધી વિરૂધ્ધ પ્રચાર કરવા શા માટે રાહુલ, પ્રિયંકા કુદી પડયા ?

મેનકા ગાંધી વિરૂધ્ધ પ્રચાર કરવા શા માટે રાહુલ, પ્રિયંકા કુદી પડયા ?

ર૦૧૯ લોકસભાની ચૂંટણી આ વખતે ઘણી રીતે અત્યાર સુધીની ચૂંટણીઓથી અલગ અને એક વિશેષ મહત્વ ધરાવતી ચૂંટણી બની ગઇ છે. કારણ કે આ વખતે જ પ્રિયંકા ગાંધીનો સકિય રાજકારણમાં પ્રવેશ થયો છે. ત્યારે બીજી તરફ સપા અને બસપાનું ગઠબંધન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયું છે. તો આ વખતે પ્રથમ જ વખત ગાંધી પરિવારની યુવા પેઢી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાનાની સામે જ મેદાને પડયા છે.

krk Rahul Gandhi

૧૯૮૪માં રાજીવ ગાંધી સામે અમેઠીથી ચૂંટણી લડયા બાદ સંજય ગાંધી અને રાજીવ ગાંધીના પરિવાર કયારેય સામ સામે આવ્યા નથી, પછી તે ચૂંટણી પ્રચારમાં નિવેદનબાજી હોય કે એક બીજાના મત વિસ્તારોમાં પ્રચાર કરવાનો મામલો કેમ ન હોય. પારિવારિક મર્યાદાઓને રાજકીય વારસાથી દૂર રાખી છે. રાજીવ ગાંધીની હત્યા બાદ સોનીયાથી લઇ રાહુલ કે પ્રિયંકાએ મેનકા કે તેના પુત્ર વરૂણે કયારેય કોઇ ટિપ્પણી કરી નથી કે નથી તેમના મત વિસ્તારમાં ગયા. એવું જ મેનકાના પરિવારે કર્યું છે. પણ આ વખતે વાત થોડી  અલગ છે.

Priyanka Gandhi Amethi

ચૂંટણીના પ્રારંભે રાહુલની ન્યાય યોજના પર મેનકાએ સવાલ ઉઠાવ્યા ત્યારથી જ પ્રતિભાવની શરૂઆત થઇ. મેનકાએ કહયું કે હું શેખચલ્લીઓની વાતોનો જવાબ આપતી નથી. ત્યાર બાદ રાહુલ ગાંધી સુલતાનપુરના કોંગ્રેસના ઉમેદવાર ડો.સંજયસિંહના પ્રચારમાં પહોંચ્યા. આ વિસ્તારમાં તેના કાકી મેનકા ગાંધી ભાજપના ઉમેદવાર છે. આ બે બનાવ બાદ બંને પરિવારો વચ્ચે દાયકા જુની મર્યાદાની દીવાલ તૂટી ગઇ.

હવે  ગુરૂવારે પ્રિયંકા ગાંધીએ સુલતાનપુરમાં કાકી મેનકા સામે કોંગ્રેસના ઉમેદવારનો રોડ-શો કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય મામલાના જાણકાર રતનમણી લાલ કહે છે કે આપણને સામાન્ય પરિવારોમાં  મા-બાપ કે ફોઇ ફુવા ચિત્રમાંથી બહાર જાય એટલે નવી પેઢી એવા સંબંધોમાં વિશ્વાસ કરતી નથી તેમ અહી આ પરિવાર વચ્ચે પણ બની રહયું છે. લાલ કહે છે કે જયાં સુધી સોનીયા ગાંધીએ કોંગ્રેસની ધુરા સંભાળી હતી ત્યાં સુધી દેરાણી-જેઠાણી અને ભત્રીજા ભત્રીજા વચ્ચેનું માન જળવાયું હતું અને હવે સોનીયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસનું સુકાન સોંપ્યું છે ત્યારે હવે આવી માન સન્માનની મર્યાદા જળવાતી જોવા મળતી નથી. હવે રાહુલ અને પ્રિયંકાની જવાબદારી વધી ગઇ છે અને કોંગ્રેસનું સારૂ કે ખરાબ જે કંઇ થશે તે બંનેની જવાબદારી રહેશે. મેનકા પણ પોતાના પુત્ર માટે વિચારશે અને શાંતિથી બેસી નહી રહે.

Related posts

નવનિયુક્ત રાજસ્થાન ભાજપ પ્રમુખે કર્યા RSSનાં વખાણ, કોંગ્રેસે નેતાએ કર્યા આકરા વાકપ્રહાર

Riyaz Parmar

રાજસ્થાનમાં તોફાની વરસાદને કારણે ચંબલ નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં 6 ફૂટ સુધી પાણી ભરાયા

Riyaz Parmar

અમિત શાહનાં હિન્દી વાળા નિવેદન પર વિફર્યા કેરળનાં સીએમ, આ મામલે ગરમાયું રાજકારણ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!