GSTV

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Last Updated on May 16, 2021 by Dhruv Brahmbhatt

સમગ્ર દેશમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે એવામાં યુપીમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે પરંતુ હજુ ખતરો નથી ટળ્યો. કોરોનાથી યુપીની રાજધાની લખનઉ સંપૂર્ણ રીતે પ્રભાવિત છે. લખનઉના જ બખ્શી તળાવના ગામડાઓમાં કોરોનાની બીજી લહેરએ કાળો કહેર વર્તાવ્યો છે. અહીંના એક ગામમાં જ થોડાં દિવસોમાં કોરોના જેવાં લક્ષણો ધરાવનારા લગભગ 15 લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

કોરોના

ઇંદારા અને કુમરાવા ગામમાં મેડિકલ સુવિધાનો અભાવ

બખ્શીના તળાવના ઇંદારા ગામના લોકોનો એવો દાવો છે કે, અહીં કોરોના જેવાં લક્ષણો ધરાવનારા 15 લોકોના મોત નિપજ્યાં છે અને ગામમાં હજુ પણ અનેક લોકો આ લક્ષણોથી પ્રભાવિત છે. તેઓએ જણાવ્યું કે, ‘ઇંદારા અને કુમરાવા ગામમાં મેડિકલ સુવિધા સુધી નથી મળી રહી. રેન્ડમ ટેસ્ટિંગ માટે એક પણ ટીમ નથી આવી. કોઇએ મેડિકલ કિટ સુધી ઉપલબ્ધ નથી કરાવી.’

અહીં સેનેટાઇઝેશન પણ નથી કરાતું – ગ્રામ્યજનોનો દાવો

આ ગામના લોકોએ એવો દાવો કર્યો છે કે, અહીં સેનેટાઇઝેશન પણ નથી કરવામાં આવ્યું. લોકો કોરોના અને કરફ્યુના કારણે બે ગણો ઝટકો અનુભવી રહ્યાં છે. ઇંદારા ગામના એક ખેડૂતએ જણાવ્યું કે, તેઓને ફેબ્રુઆરીથી અનાજની ચૂકવણી નથી કરવામાં આવી રહી. આ મહામારી વચ્ચે તેઓએ આ નુકસાનનો મોટો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, સરકારે 72 કલાકની અંદર જ ચૂકવણી કરવાનો દાવો કર્યો પરંતુ 3 મહીના બાદ પણ ચૂકવણી નથી થઇ.

ડરના કારણે ગ્રામ્યજનો કોરોના ટેસ્ટ પણ નથી કરાવી રહ્યાં

ડરના કારણે ગ્રામ્યજનો કોરોના ટેસ્ટ પણ નથી કરાવી રહ્યાં. કુમરાવા ગામના એક રહેવાસીએ જણાવ્યું કે, ગ્રામીણોને લાગે છે કે, તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે અને ત્યાંની સ્થિતિ અત્યંત ખરાબ છે. જ્યારે કેટલાંકનું માનવું છે કે, તેઓને શરદી-તાવ થયો છે તો તે માત્ર વાયરલ છે, ટેસ્ટની જરૂરિયાત નથી. જ્યારે કેટલાંકનું એમ માનવું છે કે, કોરોના પોઝિટિવ હોવા પર ગામમાં તેમનો બહિષ્કાર કરવામાં આવશે. કેટલાંક લોકો કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા પણ નહીં હોવાનો આરોપ લગાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!