GSTV

ઘરમાં ખેલાય રહ્યો હતો ખૂની ખેલ, મોબાઈલમાં LIVE જોઈ રહી હતી વિકાસની પત્ની!

Last Updated on July 7, 2020 by Mansi Patel

લખનૌમાં વિકાસ દુબે ગોળીકાંડમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે, પોલીસ તપાસમાં એક નવી જાણકારી સામે આવી છે તેમાં વિકાસ દુબેની પત્નીને આ ઘટના પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. ઘટનાની રાત્રે પોતાના મોબાઈલ ઉપર જ જોઈ રહી હતી કે ગામમાં શું ચાલી રહ્યું છે.

મોબાઈલ રેકોર્ડીંગ બની શકે છે મહત્વની કડી

તપાસમાં જાણવા મળ્યું કે, બિકરૂ ગામમાં વિકાસ દુબેનું મકાન છે. જેમાં લગભગ આઠ સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ કેમેરાનું એક્સેસ વિકાસ દુબે અને તેની પત્ની રીચા દુબેના મોબાઈલ ઉપર હતું. સુત્રોના જણાવ્યાં પ્રમાણે, વિકાસની પત્નીને ઘટનાની પહેલેથી જ જાણ કરી દેવામાં આવી હતી. ઘટનાની રાત્રે મોબાઈલ ઉપર જ જોઈ રહી હતી કે ગામમાં શું ચાલી રહ્યું છે. વિકાસને ખતરો હતો કે તેના ઘરમાં છાપો મારનારી પોલીસ તેનું એંકાઉન્ટર પણ કરી શકે છે. તેથી જો તેને કોઈ ભય લાગે તો તેણે તેના લોકોને અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને જાણ કરવી જોઈએ. આ પછી, જો તેને વધુ ભય દેખાય છે, તો તે પોતે જ ભાગી જાય છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, પત્ની રીચાના મોબાઈલ ઉપર સીસીટીવી એક્સેસ ઉપરાંત તેનું રેકોર્ડીંગ કરવાની સુવિધા પણ છે. ઘટનાના તે દિવસે તેણીએ સમગ્ર ઘટના નજરે જોઈ હોય. તો તેવું પણ બની શકે છે કે મોબાઈલમાં કોઈ રેકોર્ડીંગ પણ હોય. પોલીસ માટે તેનો મોબાઈલ મહત્વની કડી સાબિત થઈ શકે છે. પોલીસ આ મામલે દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે કે જેથી કરીને વિકાસથી જોડાયેલી મહત્વની વાતો સામે આવે.

નવા એસએસપીને કોલ રેકોર્ડીંગ સોપાયું

તો બીજી તરફ પોલીસનમે શક છે કે તેના જ વિભાગના કેટલાક લોકો તેને બાતમી આપતા હતા. હાલ તો તેની તપાસ લખનૌ આઈજી દ્વારા કરવામાં આી રહી છે. એ વાઈરલ ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં શહીદ સીઓ, એસએસપીને જણાવી રહ્યાં છે એસએચઓ વિનય તિવારી તેની વાત સાંભળતા નથી. કાનપુરમાં બિલ્લૌરના શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રના મોબાઈલમાં મળેલા રેકોર્ડીંગ ઉપરથી તે વાત સ્પષ્ટ થઈ રહી છે કે તેમણે ચૌબેપુરના ઓફિસર વિનય તિવારીની ફરિયાદ એસએસપી અનંત દેવ સાથે કરી હતી. તે સિવાયચ એસએસપી અનંત દેવે કોઈ એક્શન લીધું નહી. આ ઓડીયો શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રની પુત્રીએ હાલના એસએસપી દિનેશ કુમાર પી ને સોપ્યો છે.

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!