GSTV
Home » News » ઉન્નાવ ગેંગરેપ પીડિતાનાં મોત પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- આક્રોશિત અને સ્તબ્ધ છું

ઉન્નાવ ગેંગરેપ પીડિતાનાં મોત પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- આક્રોશિત અને સ્તબ્ધ છું

ઉન્નાવની ગેંગરેપ પીડિતાના મોત બાદ યોગી સરકાર વિપક્ષનાં નિશાને આવી ગઈ છે. યૂપીથી લઈને દિલ્હી સુધી દરેક લોકો પીડિતાના મોત પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. અને પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે. ત્યારે હવે  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ છેકે, ઉન્નાવની માસૂમ પુત્રીનું દુખદ મોત માનવતાને શરમાવે તેવી ઘટના છે. આ ઘટનાથી હું આક્રોશિત અને સ્તબ્ધ છું.

રાહુલગાંધીએ શું કર્યુ ટ્વીટ

રાહુલ ગાંધીએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઉન્નાવની માસૂમ દીકરીનું દુઃખદ અન હૃદયવિદારક મોત.  માનવતાને શર્મસાર કરનારી ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છું. વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં પોતાનો દમ તોડી દીધો.  દુઃખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.  

રાહુલ ગાંધીનાં મોદી સરકાર પર પ્રહાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં મહિલાઓ પર થતા અત્યાચાર અને બળાત્કાર સહિતના ગુનાઓ મુદ્દે ફરી એક વખત કેન્દ્રની  મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કેરળમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ હાલના સમયમાં દેશમાં વધી રહેલી બળાત્કારની  ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો.  રાહુલ ગાંધીએ જણાવ્યું કે આપણે જોઇ રહ્યા છીએ કે દેશભરમાં ગુનાઓ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ વિરૂદ્ધ  ગુનાઓની સંખ્યા બહુ વધી રહી છે. આપણે દરરોજ વાંચીએ છીએ કે દેશના અનેક વિસ્તારોમાં ક્યાંક બળાત્કાર થાય છે તો ક્યાંક છેડતી થાય  છે. પરંતુ દેશને ચલાવનારાઓને એવું લાગે છે કે બધી તાકાતો તેમના જ હાથમાં છે. આથી તમામ બંધારણીય સંસ્થાઓ તૂટી ગઇ છે.

READ ALSO

Related posts

કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35એને હટાવી દેવાઈ છે અસ્તરાને હટાવ્યો નથી, ભાજપે આ નેતાને મોકલી આ ગીફ્ટ

Bansari

ભાજપને દિલ્હીમાં કોઈ નેતા મળતો નથી જેથી ‘બહાર’થી સાંસદોની ફોજ લવાઇ: કેજરીવાલનો વળતો પ્રહાર

Bansari

નિર્ભયા કેસનો નરાધમ ચોંધાર આંસુએ પરિવારને મળી રડ્યો, માતા પણ રડતાં પત્નીએ બંનેને સંભાળ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!