GSTV
Home » News » રક્ષાબંધન પર સરકારે મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરી તો 12 લાખ મહિલાઓએ મૌજ લઈ લીધી

રક્ષાબંધન પર સરકારે મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરી તો 12 લાખ મહિલાઓએ મૌજ લઈ લીધી

રક્ષાબંધનના તહેવાર પર ગુજરાતના ઘણા ખરાં જિલ્લાઓમાં મફત બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેના કારણે રક્ષાબંધન વખતે મહિલાઓને તકલીફ ન પડે. જો કે આ વિચાર માત્ર ગુજરાતને જ નહીં બીજા ઘણા રાજ્યોને આવ્યો હતો. જેમાં ઉતર પ્રદેશ જેવા રાજ્યને મોખરે ગણવો રહ્યો. વસતિ અને વિસ્તારની દ્રષ્ટિએ મસમોટા એવા આ રાજ્યમાં પણ મહિલાઓ માટે મફતમાં બસ સેવા શરૂ કરવામાં આવી. કારણ હતું રક્ષાબંધનનુ પાવન પર્વ. અને જ્યારે કેટલી મહિલાઓએ બસમાં મફત મુસાફરી કરી તેનો આંકડો સામે આવ્યો તો ઉત્તર પ્રદેશની સરકાર ચોંકી ગઈ.

ઉત્તર પ્રદેશમાં રક્ષાબંધન પર 12.03 લાખ મહિલાઓએ સરકારી બસોમાં મફતની સવારી કરી મૌજ મેળવી લીધી. આ આંકડો ગત્ત વર્ષની તુલનામાં 34 હજાર વધારે છે. વાત જો પ્રથમ નંબરની કરવામાં આવે તો મેરઠની 1,25,440 મહિલાઓએ મફતમાં સફર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. સૌથી ઓછું નોઈડામાં છે. જ્યાં માત્ર 27 હજાર મહિલાઓએ મફતમાં મુસાફરી કરી છે.

સરકારી નિગમના નિર્દેશક ડૉ.રાજશેખરે રવિવારે વિગતે વાત કરતા જણાવ્યું કે, 2018માં રક્ષાબંધન પર 11.69 લાખ મહિલાઓએ મફતમાં સવારી કરી હતી. તેમણે જણાવ્યું કે આ વખતે મહિલાઓને મફતમાં મુસાફરી કરાવવામાં મુરાદાબાદ બીજા નંબર પર છે. જ્યાં 1,20,672 મહિલાઓએ મફતની સવારી કરી છે.

ત્રીજા સ્થાને લખનઉનો ક્રમ આવે છે. જ્યાં 93,589 મહિલાઓ મફતમાં બસની યાત્રા કરે છે. ચોથા નંબર પર સહારનપુર રીજન રહ્યું છે. જ્યાં 93,528 મહિલાઓએ મફતની યાત્રા કરી છે.

વધુમાં નિર્દેશકે કહ્યું કે, મફત યાત્રાની સુવિધા આપવા માટે 12,800 બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેથી મહિલાઓને કુલ 7.68 કરોડ રૂપિયા ભાડાની છૂટ મળી. એટલું જ નહીં પ્રિ-બુકિંગ ધરાવતી 2412 મહિલાઓને 11.17 લાખ રૂપિયા ભાડુ પણ પરત કરવામાં આવ્યું. જેથી તહેવારો પર મફત યાત્રા કરનારી મહિલાઓની સંખ્યામાં હવે ઉત્તર પ્રદેશમાં ઉતરોતર વધારો થતો જઈ રહ્યો છે.

READ ALSO

Related posts

NRG સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકન શેયર કરશે સપના, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજાર લોકો રહેશે હાજર

Riyaz Parmar

ભારે બફારા બાદ વાતાવરણમાં આવ્યો પલટો, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

pratik shah

કોલકાતા: જાધવપુર યુનિવર્સીટીમાં રાજ્યપાલનો ઘેરાવો, કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો ધરણા પર બેઠા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!