GSTV
Gujarat Government Advertisement

માયાવતીના પૂર્વ સચિવ અને નિવૃત્ત આઇએએસના સંકુલોમાં દરોડા, 300 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

it dept raid mayawati ex secretary

Last Updated on March 14, 2019 by Alap Ramani

ઉત્તર પ્રદેશ કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સાથે સંકળાયેલા સંકુલોમાં આવકવેરા વિભાગે દરોડા પાડીને ૧.૬૪ કરોડ રોકડા, ૫૦ લાખ રૃપિયાની વૈભવી પેનો, ચાર વૈભવી એસયુવી અને ૩૦૦ કરોડ રૃપિયાની બેનામી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરી લીધા છે.  ઉલ્લેખનીય છે કે નિવૃત્ત આઇએએસ અધિકારી નેતરામ માયાવતી મુખ્યપ્રધાન હતાં ત્યારે ઉચ્ચ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 

૧૯૭૯ બેન્ચના આઇએએસ અધિકારીના ડઝનથી પણ વધુ સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશ કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારીના દિલ્હી અને લખનઉ સ્થિત મિલકતોની તપાસ કરી હતી. 

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ૧૯૭૯ બેન્ચના આઇએએસ અધિકારી(નિવૃત્ત) નેત રામના સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. ઉત્તર પ્રદેશમાં માયાવતીના શાસનકાળ દરમિયાન નેત રામ તેમના સેક્રેટરી તરીકે કાર્યરત હતાં.

આવકવેરા વિભાગે આક્ષેપ કર્યો છે કે નેત રામે વ્યવહારોની બોગસ એન્ટ્રી કરીને ૯૫ કરોડ રૃપિયાની ટેક્સ ચોરી કરી હતી. નોટબંધી પછી શંકાસ્પદ રીતે બેન્કમાં જમા કરાવવાના સંદર્ભમાં જ આ દરોડા પાડવામાં આવ્યા હતાં. ૨૦૦૨-૦૩માં નત રામ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન માયવતીના સેક્રેટરી હતાં.

૨૬ કલાક સુધી ચાલેલી તપાસ દરમિયાન આવકવેરા વિભાગે કુલ નેતરામના ત્રણ મકાનોમાંથી ૧.૬૪ કરોડ રૃપિયા રોકડા જપ્ત કર્યા હતાં. આ ઉપરાંત તેમના બેંક લોકરમાં પણ ૫૦ લાખ રૃપિયા રોકડા હોવાનું માનવામાં આવે છે. ટૂંક સમયમાં આ બેંક લોકર પણ ખોલવામાં આવશે. 

નેતરામ લોકસભા ટિકિટ મેળવવા માટે પક્ષ સાથે વાટાઘાટો કરી રહ્યાં હતાં ત્યારે આવકવેરા વિભાગના રડારમાં આવ્યા હતાં.  નેત રામના પરિવારજનોએ શરૃ કરેલી ૩૦ શેલ કંપનીઓ સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને હાલમાં આ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana

એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરીશું, આ રાજ્ય સરકાર પર સુપ્રીમ બગડી

Bansari

ઝટકો/ દેશના 9 રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી : આજે ગુજરાતમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ, હવે સાયકલ લઈ લો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!