લખનૌના પ્રખ્યાત ડુપ્લિકેટ સલમાન ખાનની પોલીસે અટકાયત કરી છે. ક્લોક ટાવર પર રીલ બનાવતી વખતે પોલીસે તેની અટકાયત કરી હતી. તેના પછી શાંતિ ભંગ બદલ કલમ 151 હેઠળ ચલણ કાપવામાં આવ્યું છે.

હકીકતમાં ડુપ્લિકેટ સલમાન ખાને રસ્તા પર વિડિયો રીલ બનાવવાનું શરૂ કર્યુ. ડુપ્લીકેટ સલમાન ખાનને જોવા માટે રસ્તા પર લોકોની ભારે ભીડ હતી. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઠાકુરગંજ પોલીસ સ્ટેશન હેઠળના ક્લોક ટાવર પર વીડિયો બનાવતી વખતે પોલીસે તેની અટકાયત કરી હતી. તેના પછી તેને ઠાકુરગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, જ્યાં તેને શાંતિ ભંગ બદલ કલમ 151 હેઠળ ચલણ કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે ડુપ્લિકેટ સલમાન ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. ઘણી વખત રીલ્સમાં તે અર્ધ નગ્ન અવસ્થામાં જોવા મળે છે તો ક્યારેક સિગારેટ પીતા નજરે પડે છે. પોલીસે તેને શાંતિ ભંગ બદલ ચલણ ફટકાર્યું છે. યુટ્યુબ પર ડુપ્લિકેટ સલમાન ખાનના 1 લાખ 67 હજાર ફોલોઅર્સ છે. તેના વીડિયોને લાખો વ્યૂઝ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન
- શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી
- હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ
- Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…