GSTV

CAA-NRC હિંસામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી યોગી સરકારે વસુલ્યા 1 કરોડ 54 લાખ રૂપિયા, અમુક મિલકતો પણ કરી સીલ

ડિસેમ્બર મહિનામાં સીએએ-એનઆરસીનાં વિરુદ્ધ લખનઉના રસ્તાઓ પર તોડફોડ કરનારા લોકો પર યોગી સરકાર તુડી પડી હતી, લખનઉ જિલ્લા વહીવટીતંત્રે હિંસાના 54 આરોપી પૈકી 5 પાસેથી 1 કરોડ 54 લાખ રૂપિયાની રિકવરીનો હુકમ કર્યો છે.

વિરોધ પ્રદર્શનમાં ફસાયેલા 54 લોકોને નોટિસ મોકલી

મંગળવારે હસનગંજમાં એનવાય ફેશન સેન્ટર સહિત આરોપીઓની અન્ય ઇમારતો સીલ કરી દેવામાં આવી છે. ગુરુવારે ખુર્રમનગરમાં અન્ય એક આરોપી નફીસની દુકાન પણ સીલ કરવામાં આવી છે.તાલુકા મામલતદાર શંભુ શરણસિંહે જણાવ્યું હતું કે સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનના કેસમાં 54 લોકોને રિકવરીની નોટિસ ફટકારવામાં આવી હતી. તેમાંથી, મંગળવારે હસનગંજ વિસ્તારમાં બે સંપત્તિ સીલ આવી હતી.

દુકાનો કરી સીલ

ઉપરાંત, આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે જે સંપત્તિ સીલ છે તેમાં એનવાય ફેશન સેન્ટર નામની કપડાની દુકાન અને અન્ય એક દુકાનનો સમાવેશ થાય છે.એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ટ્રાન્સ ગોમતી વિશ્વ ભૂષણ મિશ્રાના આદેશથી સીલ કરવામાં આવી છે. એનવાય સી ફેશન સેન્ટરના સહાયક સ્ટોર મેનેજર ધરમવીર સિંહ અને બીજી દુકાનના માલિક માહેનૂર ચૌધરી સીએએએ એન્ટી કેસમાં આરોપી છે.

READ ALSO

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!