ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્નીએ આત્મહત્યા કરી છે. ઉન્નાવમાં ફરજ બજાવતા ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્નીએ લખનૌમાં સુશાંત ગોલ્ફ સીટી વિસ્તારમાં આવેલા તેના મકાનમાં ફાસો ખાઈ આપઘાત કર્યો છે. આસપાસના લોકોની મદદથી ડીઆઈજીએ પત્ની પુષ્પાને હોસ્પિટલ લઈ ગયા છે. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યાં હતાં.

ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી
ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્ની પુષ્પા 36 વર્ષની હતી. ઘટનાનો સમય સવારે 11 વાગ્યાનો જણાવવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પુષ્પાએ ઘરે ફાસો ખાધેલી હાલતમાં મળી હતી. તેને ફાસા ઉપરથી ઉતારીને સારવાર માટે લોહિયા હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી છે. ચિકિત્સકોએ પુષ્પાને મૃત જાહેર કરી છે. ડીઆઈજીની પત્નીએ આત્મહત્યા કેમ કરી તે સ્પષ્ટ નથી થઈ શક્યું.


ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવમાં ફરજ બજાવતા ડીઆઈજી ચંદ્ર પ્રકાશ હાથરસ ગેંગરેપ કેસની તપાસ માટે યુપી સરાકર તરફથી બનાવવામાં આવેલી સીટના સદસ્ય છે.
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….