લખનઉમાં ચાલી રહેલા ડિફેંસ એકસ્પોમાં રક્ષા વિભાગ એકથી એક ચડિયાતા આધુનિક હથિયાર અને ડિફેંસ વ્હીકલ પ્રદર્શનમાં લાવી રહ્યું છે. આ તમામની વચ્ચે એક એસયુવી નામની ગાડીને પણ ઉતારવામાં આવી હતી, જે ડ્રાઈવર વગર ચાલે છે.

આ વાહન ટૂંક સમયમાં જ ભારતીય સેનામાં સામેલ થઈ જશે. આ વાહન દુશ્મનોનો પીછો કરવામાં બરાબર કામ આવશે. એટલે કે, ડ્રાઈવર લેસ આ ગાડી આતંકીઓને શોધવામાં ભરપૂર મદદ કરશે.


હકીકતમાં જોઈએ તો, દેશમાં અલગ અલગ જગ્યાએ આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. ઘણી વાર આતંકીઓ તેમની મેલીમુરાદ પુરી કરવામાં સફળ થઈ જાય છે. ત્યારે આવા સમયે પોતાની વિવિધ ક્ષમતાથી આતંકી ઘટનાઓ પર કાબૂ મેળવવામાં સેનાને મદદ મળશે.

ડીઆરડીઓએ જણાવ્યું હતું કે, એયુજીવી નામની આ ગાડી દરેક પ્રકારના પડકારોનો સામનો કરી શકે છે.પુલવામાં જેવો હુમલો ફરી વાર ન થાય, તેનાથી સજાગ રહે, તેની પણ તૈયારી છે.આ વાહનથી ફાયરીંગ પણ થઈ શકે છે.

આ વાહનમાં એક વિશેષ સેંસર પણ લગાવેલું છે, જે પોતાના રસ્તામાં આવતી મુશ્કેલીઓને પહેલાથી જાણી લેશે અને તેને પરાસ્ત કરવામાં પણ સહેલાઈ રહેશે.

આ વાહનનો વજન લગભગ 1600 કિલો છે. આ વાહનને ત્રણ રીતે ચલાવી શકાય છે. એક સ્વયં, ટેલી ઓપરેશન અને ઓટોનોમલથી પણ ચલાવી શકાય છે. આ વાહન 25 કિમીની ઝડપે ચાલે છે. આ ગાડીને બનાવવામાં 3થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
READ ALSO
- મોડાસા સર્વોદય બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, આ પેનલનો થયો વિજય
- સંસદની પરામર્શ સમિતિમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર દલીલબાજી
- કોરોના વેક્સિન લગાવડાવ્યા બાદ ના કરતા આ ભૂલો, વધી શકે છે વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ
- Instagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી, આ છે સરળ રીત
- વડોદરા/ મહલી નજીક પસાર થતી કેનાલમાં 20 વર્ષિય બે યુવકો ડૂબ્યા, યુવકોની શોધખોળ ફાયર ફાયટર બોલાવ્યા