GSTV

હવે દેશમાં હશે એક જ નમક! કંપનીઓ નહીં કરી શકે દમદાર દાવા, જાણો વિગત

Last Updated on September 1, 2019 by Arohi

હવે કંપનીઓ નમકને લઈ મોટા મોટા દાવા કરી શકશે નહીં. અમીર હોય કે ગરીબ તમામ માટે એક જ ગુણવત્તાના નમક ઉપલબ્ધ થશે. કારણ કે ફૂડ સેફ્ટી એંડ સ્ટેંડર્ડ ઓથોરિટી નમકના માનક નિર્ધારિત કરવાની તૈયારીમાં છે. એટલે કે હવે દેશભરમાં એક જ ગુણવત્તાનું નમક મળશે.

નમક ભોજનનો અનિવાર્ય અંગ છે. તેના વિના કોઈપણ વાનગી સ્વાદિષ્ટ બનતી નથી. જો કે હાલ દેશમાં તેના માટે કોઈ માનક નિર્ધારિત નથી તેથી બજારમાં અલગ અલગ પ્રકારના નમકનું વેચાણ થાય છે અને તેને લઈ કંપનીએ મસમોટા દાવા પણ કરે છે. પોતાની પ્રોડક્ટને અન્ય કરતાં શ્રેષ્ઠ દર્શાવવા માટે કંપનીઓ નવા નવા પ્રયોગ કરે છે. તેવામાં નમકને લઈ અનેક સત્ય પણ સામે આવ્યા છે.

ત્યારબાદ fssi પહેલીવાર નમકને લઈ અને કેટલાક ધોરણો નક્કી કરવા જઈ રહ્યું છે. આ કાર્યની જવાબદારી વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદની બે પ્રતિષ્ઠિત પ્રયોગશાળા જે રાષ્ટ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થાન તેમજ ભાવનગરના સેંટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના ડો. અરવિંદ કુમારને સોંપવામાં આવી છે.

એનબીઆરઆઈના ફાર્માકોગ્નોસી ડિવીઝનના પ્રમુખ ડો. શરદ શ્રીવાસ્તવએ જણાવ્યાનુસાર નમક સોડિયમ ક્લોરાઈડથી તૈયાર થાય છે. તેનો મુખ્ય સ્ત્રોત સમુદ્ર છે. એક લીટર સમુદ્રી પાણીમાં 35 ગ્રામ સોલિડ હોય છે જેમાં 3.5 ટકા લવણતા એટલે કે સેલિનિટી હોય છે.

પારંપારિક નમક સૌથી શુદ્ધ હોય છે. જો કે દેશમાં ગોઈટરની સમસ્યાને અંકુશમાં લાવવા માટે તેમાં આયોડીન ઉમેરવામાં આવ્યો અને ત્યારથી આયોડાઈઝ્ડ  નમકનું ચલણ વધ્યું છે. હાલ અલગ અલગ બ્રાંડના નમકમાં આયોડીનનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. તેના કારણે એવી માન્યતા પણ પ્રવર્તે છે કે છૂટું નમક શુદ્ધ નથી હોતું.

માપદંડ તૈયાર કરવા માટે સીએસઆઈઆર દ્વારા જે વિઝન ડોક્યૂમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં સોડિયમ ક્લોરાઈડ સાથે કેલ્શિયમ, મેગ્નેશીયમ, સલ્ફેટ, આયોડીન, આયરન, કોપર, લેડ વગેરેનું પ્રમાણ પણ નક્કી કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ fssi નવા માનક જાહેર કરશે.

આયોડાઈઝ્ડ નમક ઉપરાંત પિંક સોલ્ટ, બ્લેક સોલ્ટ, હૈલાઈટ સોલ્ટ, ઈવાઈન રેડ સોલ્ટ, બ્લેક લાવા સોલ્ટ વગેરેનો પણ લોકો ઉપયોગ કરે છે. બ્લેક નમક હાઈડ્રોજન સલ્ફાઈડથી પ્રોસેસ કરી તૈયાર કરવામાં આવે છે. બ્લેક સોલ્ટને સિંથેટિક સોલ્ટ પણ કહેવાય છે.

સેંટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના ડો. અરવિંદ કુમારના જણાવ્યાનુસાર સમુદ્ર કિનારે મળતા નમક  એલ્ગી સેલીકોર્નિયાથી તૈયાર થાય છે. આ નમક સ્વાસ્થ્ય માટે સારું છે. તેમાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે હોય છે.

Read Also

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!